આવતીકાલથી શ્રાવણ મહિનાનો પ્રારંભ,આજે અધિક મહિનાની અમાસ,

By: nationgujarat
16 Aug, 2023

આજે (16 ઓગસ્ટ) અધિક મહિનાની અમાસ છે અને આવતીકાલ (17 ઓગસ્ટ)થી દેવાધિદેવ મહાદેવની આરાધનાનો મહિનો શ્રાવણ શરૂ થાય છે. શ્રાવણ મહિના નિમિત્તે દિવ્ય ભાસ્કર શિવગાથા લઈને આવ્યું છે, જેમાં શિવ મહાપુરાણના બે પ્રસંગ રોજ આપવામાં આવશે.

આપણા 18 પુરાણોમાં એક પ્રસિદ્ધ પુરાણ છે, શિવ મહાપુરાણ. જેમાં દેવાધિદેવ મહાદેવની લીલાઓનું વર્ણન છે. એવું માનવામાં આવે છે કે શિવ મહાપુરાણમાં શ્લોકની સંખ્યા 1 લાખ હતી પણ મહર્ષિ વેદ વ્યાસજીએ તેને 7 સંહિતામાં 24 હજાર શ્લોકમાં સંક્ષિપ્ત કરી નાંખ્યું. બ્રહ્મા, વિષ્ણુ, ઈન્દ્ર, ગણેશ, કૃષ્ણ આ બધા દેવ છે. કારણ કે એમનો જન્મ સદેહે થયો. પણ શિવ અજન્મા છે. એ સ્વયંભૂ છે એટલે એ દેવ નહીં પણ મહાદેવ છે. રાજા દક્ષનાં પુત્રી પાર્વતીએ શિવજીને પામવા માટે વ્રત રાખ્યું, ઉપાસના કરી ત્યારે શિવજી પ્રસન્ન થયા અને પાર્વતીનો પત્ની તરીકે સ્વિકાર કર્યો. આ પ્રસંગ બન્યો તે શ્રાવણ માસ હતો, એટલે શ્રાવણ મહિનામાં શિવની ઉપાસના કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આવો, શ્રાવણના આગલા દિવસે શિવલિંગની ઉત્પતિ અને પંચાક્ષર મંત્ર જાપનું મહત્વ જાણીએ…

બ્રહ્મા – વિષ્ણુ યુદ્ધ અને શિવલિંગ
સનતકુમારે નંદીકેશ્વરને પૂછ્યું, શિવલિંગની ઉત્પતિની કથા સાંભળવાની ઈચ્છા થઈ છે, તો એ કથા સંભળાવો.
નંદીકેશ્વર બોલ્યા, ભગવાન વિષ્ણુ શેષનાગના આસન પર સૂતા હતા. લક્ષ્મીજી ચરણ દબાવતાં હતાં. આસપાસ સેવકો ઊભા હતા. એકાએક બ્રહ્મા ત્યાં આવ્યા. કહ્યું, હું બ્રહ્મા છું અને તમારો ગુરૂ છું. મારા આવ્યા પછી પણ મને માન આપવા તમે ઊભા થયા નહીં. વિષ્ણુએ જવાબ આપ્યો, મારા નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું, તેમાંથી તમારું પ્રાગટ્ય થયું છે. એટલે તમે મારા પુત્ર થયા ને હું તમારો ગુરૂ કહેવાઉં. બંને દેવો વચ્ચે ઉગ્ર ઝઘડો શરૂ થયો ને વાત યુદ્ધ સુધી પહોંચી ગઈ. બ્રહ્મા હંસ પર અને વિષ્ણુ ગરૂડ પર બેસીને યુદ્ધ કરવા લાગ્યા. સામસામા બંને દંવો અસ્ત્રો છોડી રહ્યા હતા. બ્રહ્માના અસરકારક બાણથી વિષ્ણુને પિડા પહોંચી ત્યારે વિષ્ણુએ ‘માહેશ્વર’ નામનું અસ્ત્ર બ્રહ્મા પર છોડ્યું. સામે બ્રહ્માએ ‘પાશુપત’ નામનું કંપાવનારૂં ઘોર અસ્ત્ર છોડ્યું. આ અસ્ત્રોથી બ્રહ્માંડમાં પ્રચંડ અવાજ થયો. બઘા દેવો ગભરાઈ ગયા. દેવોને થયું કે આ યુદ્ધ જો કોઈ રોકી શકે એમ હોય તો ત્રિશૂલધારી મહાદેવ જ રોકી શકે. દેવો ગયા કૈલાસ પર્વત પર.

શિવ બિરાજમાન હતા. તેમણે મંદ હાસ્ય કરીને કહ્યું, બ્રહ્મા-વિષ્ણુના યુદ્ધ વિશે હું જાણું છું. તમે ચિંતા ન કરો. શિવજી નંદી પર સવાર બનીને યુદ્ધ સ્થળે પહોંચ્યા. અગ્નિ સ્તંભ બનીને બ્રહ્મા-વિષ્ણુની વચ્ચે ઊભા રહી ગયા. બંનેના પ્રચંડ અસ્ત્રો એકદમ શાંત થઈ ગયાં. બ્રહ્મા અને વિષ્ણુને નવાઈ લાગી કે આ સ્તંભ વચ્ચે ક્યાંથી આવી ગયો. વિષ્ણુએ કહ્યું કે, સ્તંભનો એક છેડો શોધવા હું નીચે તરફ જાઉં છું. તમે ઉપર તરફ જાવ. વિષ્ણુ વરાહ (ભૂંડ)નું રૂપ લઈને પૃથ્વી તરફ ગયા અને બ્રહ્મા હંસ પર બેસીને ઉપર તરફ સ્તંભનો છેડો શોધવા નીકળ્યા. બંનેને છેડો ન મળ્યો. પણ બ્રહ્માને ઉપર કેવડાનું ફૂલ મળ્યું. કેવડાના ફૂલે બ્રહ્માને કહ્યું, આ સ્તંભનો છેડો તમને નહીં મળે, પાછા ચાલ્યા જાવ. બ્રહ્માએ કહ્યું, તું મારી સાથે ચાલ અને વિષ્ણુને કહેજે કે, મને છેડો મળી ગયો. બ્રહ્મા અને કેવડાનું પુષ્પ નીચે તરફ પાછા આવ્યા. વિષ્ણુ ઉપર તરફ પાછા આવ્યા. બ્રહ્માએ કહ્યું, મને છેડો મળી ગયો છે. પૂછો આ કેવડાના પુષ્પને. વિષ્ણુ પૂછે તે પહેલાં જ કેવડાના પુષ્પે કહ્યું, હા સાચી વાત છે. વિષ્ણુ બે હાથ જોડીને ઊભા રહ્યા ત્યાં સ્તંભમાંથી પ્રચંડ ગર્જના સાથે દેવાધિદેવ મહાદેવ પ્રગટ થયા. છુટાવાળ, હાથમાં ત્રિશૂલ લઈ શિવજીએ બ્રહ્મા તરફ ગુસ્સાથી જોયું, બ્રહ્માજી ધ્રુજી ગયા. મહાદેવે ભ્રૂકુટીમાંથી ભૈરવ નામનો પુરૂષ પ્રગટ કર્યો અને કહ્યું, બ્રહ્માના પાંચ મુખ છે. જે મુખમાંથી અસત્ય નીકળ્યું છે તેને છેદી નાંખ. ભૈરવે બ્રહ્માનું પાંચમુ મુખ છેદી નાંખ્યું. શિવજીએ કહ્યું, પૃથ્વી પર વિષ્ણુની ઘરેઘરે પૂજા થશે પણ બ્રહ્માની નહીં થાય. મહાદેવે કેવડાના પુષ્પને પણ કહ્યું કે, મારા પર હવેથી કેવડાનું ફૂલ નહીં ચડે. આ સ્તંભ મારા પ્રતીકરૂપે પૂજાશે. ત્યારથી શિવમૂર્તિ સાથે શિવલિંગની પૂજાનું પણ વિધાન કરવામાં આવ્યું.

ૐ નમ:શિવાયના મંત્ર જાપનું મહાત્મ્ય
શિવ મહાપુરાણના 17મા અધ્યાયમાં શિવ મંત્રજાપનું મહત્વ સમજાવાયું છે. શિવ પંચાક્ષર મંત્ર છે, નમ:શિવાય. પણ તે મંત્રની આગળ ફરજિયાત ૐ લાગે જ. ૐ નમ:શિવાય. ૐ બોલ્યા વગર મંત્રનું ફળ મળતું નથી. ઓમકારનું બીજું નામ પ્રણવ છે. પ્રણવમાં ‘પ્ર’ એટલે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલો સંસારરૂપ સમુદ્ર, ‘નવ’ એટલે સંસાર સાગરને પાર કરવાની નાવ. અને ‘વ’ એટલે સંસાર ભૂલને મોક્ષ તરફ ગતિ કરવી. પરમાત્મા પ્રગટરૂપથી શુદ્ધ સ્વરૂપ છે એટલે ‘પ્રણવ’ કહેવાય છે. પ્રણવ ત્રણ અક્ષર મળીને એક અક્ષર ૐ બન્યો છે. ૐનું સતત ઉચ્ચારણ મનુષ્યને યોગી બનાવે છે. ૐમાં પણ ‘અ’, ‘ઉ’ અને ‘મ’ ત્રણ અક્ષરો છુપાયેલા છે. માટે જ્યારે પણ શિવલિંગ પર જળ કે દૂધ ચડાવો ત્યારે માત્ર નમ:શિવાય નહીં પણ ૐ નમ:શિવાયના મંત્રનો જાપ કરવો.

Related Posts