આજે ગાંઘીનગર લોકસભા ચૂંટણીનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય અધ્યક્ષના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે પાટીલ અને મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાટીલે 26 બેઠકો પાંચ લાખની લીડ સાથે જીતવાનો આહવાહન કર્યુ છે.
પાટીલએ જય શ્રી રામના નાદથી સંબોધનની શરૂઆત કરતા જણાવ્યું કે, ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ હમેંશા એક વિશિષ્ટ કામ કાજ માટે જાણીતા છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત ત્રીજી વખત ચૂંટણી જીતી વડાપ્રધાન બનવાની હેટ્રીક કરવાના છે ત્યારે ગુજરાત પ્રદેશ પણ 26 માંથી 26 બેઠકો પાંચ લાખથી વધુની લીડ સાથે જીતશે. ફકત નારાના આધારે ચૂંટણી જીતી ન શકાય. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મેનિફેસ્ટોમાં આપેલા તમામ વચનો પુર્ણ કર્યા છે તેના કારણે મોદીની ગેરેંટી પર જનતાને વિશ્વાસ છે. દરેક કાર્યકર્તાએ ટાર્ગેટ સાથે કામ કરવુ જોઇએ અને ધારાસભ્યએ તેમના વિસ્તારમાં જેટલા મત મળ્યા હોય તેના કરતા વધુ મત અપવવાની જવાબદારી છે. આપણા દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબ તેમના મતવિસ્તારને નર્સરીની જેમ સંભાળ રાખે છે જેના કારણે આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે.
પાટીલએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત ભાજપ હમેંશા ચૂંટણી સમયે વિશિષ્ટ આયોજન કરે છે જેના ભાગરૂપે આજે આખા દેશમાં ગુજરાત એક પહેલુ રાજય છે કે એકસાથે 26 માંથી 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનુ ઉદ્ઘાટન થઇ રહ્યુ છે. લોકસભાની ચૂંટણીમાં મેનિફેસ્ટોમાં રામ મંદિર,કલમ 370 દુર કરવાની જાહેરાત કરી હતી અને આપણને સૌને ચિંતા હતી કે ક્યારે આ કાર્ય પુર્ણ થશે પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કોઇ પણ વિવાદ વગર કાર્યને પાર પાડયું છે. દુનિયામાં જે પણ સર્વશ્રેષ્ઠ મંદિર બન્યા છે તેની યાદીમાં હવે ભગવાન શ્રી રામનુ મંદિરનું નામ પણ ઉમેરાય ગયું છે. મને વિશ્વાસ છે કે લોકસભાની 26 બેઠકમાં પાંચ લાખથી વધુની જીતનો ટાર્ગેટ સરળતાથી પ્રાપ્ત કરીશું.