દેશની 52% વસ્તી પર ભાજપની સરકાર: કોંગ્રેસ માત્ર ત્રણ રાજ્યોમાં સત્તામાં

By: nationgujarat
04 Dec, 2023

ન્યુ દિલ્હી : ગઈકાલે દેશના ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ગયા હતા. પરિણામો બાદ હવે દેશના કુલ 28 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 16માં ભાજપ અને તેના સાથી પક્ષોની સરકાર છે, જેમાંથી 12 રાજ્યોમાં ભાજપ પોતાના દમ પર સત્તામાં છે. કોંગ્રેસ માત્ર ત્રણ રાજ્યોમાં જ મોજૂદ છે. ગઠબંધન સાથે, કોંગ્રેસ કુલ 5 રાજ્યોમાં સત્તામાં છે.

મે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે BJP+ની સ્થિતિ શું હતી? ભાજપનો ગ્રાફ ક્યારે ટોચ પર હતો અને ચાર રાજ્યોના પરિણામો પછી ભારતનો રાજકીય નકશો કેવો દેખાય છે..

જૂન 2014 : જ્યારે વડાપ્રધાન મોદી પહેલી વખત સત્તામાં આવ્યા ત્યારે દેશના 7 રાજ્યોમાં ભાજપ સરકાર હતી એટલે કે 25% વસ્તી પર ભાજપનું શાસન હતું
માર્ચ 2018 (2019 ની લોકસભા ચૂંટણી પહેલા) : 2018માં દેશની 71% વસ્તી અને 21 રાજ્યો પર ભાજપનું શાસન હતું, જેના પછી ભાજપનું અમુક રાજ્યો ગુમાવતા ડાઉનફોલ થયું

ડિસેમ્બર 2023 (2024 લોકસભા ચૂંટણી પહેલા) : મોદીની ગેરંટી થી ત્રણ રાજ્યોમાં મળી વિજયી હેટ્રિક. રાજસ્થાની, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં જીત બાદ 16 રાજ્યોમાં ભાજપ અને સાથી પક્ષોની સરકાર આવી ગઈ.

હાલ દેશમાં 30 વિધાનસભાઓ છે, જેમાં બે કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી અને પુડુચેરીનો પણ સમાવેશ થાય છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના પરિણામો બાદ હવે ભાજપ 16 રાજ્યોમાં સત્તામાં આવશે. દેશની લગભગ 52% વસ્તી અહીં રહે છે. તેમાંથી 12 રાજ્યોમાં પોતાની રીતે અને બાકીના 4 રાજ્યોમાં ગઠબંધન ભાગીદારો સાથે. જોકે આમાંથી એક પણ રાજ્ય દક્ષિણ ભારતમાં નથી.

જે રાજ્યોમાં ભાજપ પોતાના દમ પર સરકાર છે તેમાં ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, ગોવા, આસામ, ત્રિપુરા, મણિપુર, અરૂણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. ગઠબંધનમાં સામેલ રાજ્યો મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ અને સિક્કિમ છે.

કર્ણાટક, તેલંગાણા અને હિમાચલ પ્રદેશમાં માત્ર ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ સત્તા પર છે. આ સિવાય તે બિહાર અને ઝારખંડમાં ગઠબંધનમાં સામેલ છે. જો આપણે દેશને 6 ભાગોમાં વર્ગીકૃત કરીએ, તો દક્ષિણ અને પૂર્વ ભારતને છોડીને, બાકીના 4 સ્થળોએ ભાજપ ખૂબ શક્તિશાળી દેખાય છે

1. ઉત્તરપૂર્વ ભારત (સિક્કિમ સહિત): ભાજપનું વર્ચસ્વ
ઉત્તર પૂર્વના 8 રાજ્યોમાં કુલ 498 ધારાસભ્યો છે. તેમાંથી ભાજપ પાસે 206 ધારાસભ્યો છે, એટલે કે 41.3%. એ જ રીતે ઉત્તર-પૂર્વના રાજ્યોમાંથી કુલ 25 સાંસદો આવે છે. તેમાંથી ભાજપ પાસે 15 સાંસદો એટલે કે 60% છે.

2. પશ્ચિમ ભારત (મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન): ભાજપનું વર્ચસ્વ
મહારાષ્ટ્રમાં શિંદેની શિવસેના સાથે ભાજપની સરકાર છે. ગુજરાતમાં ભાજપની પૂર્ણ બહુમતીની સરકાર છે અને હવે રાજસ્થાનમાં પણ ભાજપને બહુમતી મળી છે. આ ત્રણ રાજ્યોના 670 ધારાસભ્યોમાંથી 331 ભાજપ સાથે હતા, એટલે કે 49%. 3 ડિસેમ્બરે રાજસ્થાનના પરિણામો બાદ ભાજપના ધારાસભ્યોની સંખ્યા 30થી 40 વધી છે. મતલબ કે અહીંના 50%થી વધુ ધારાસભ્યો ભાજપના છે. તેવી જ રીતે, આ રાજ્યોના કુલ 99 સાંસદોમાંથી 73 ભાજપના છે, એટલે કે 72%.

3. પૂર્વીય ભારત (બિહાર, બંગાળ, ઝારખંડ, ઓડિશા): ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષની કોઈ અસર નથી
બિહારમાં મહાગઠબંધન સરકાર, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, ઝારખંડમાં જેએમએમ સરકાર અને ઓડિશામાં બીજેડી સરકાર છે. એટલે કે પૂર્વ ભારતમાં ક્યાંય ભાજપની સરકાર નથી. અહીં કુલ 722 ધારાસભ્યોમાંથી 196 ભાજપના છે, એટલે કે 27%. તેવી જ રીતે, આ રાજ્યોના કુલ 117 સાંસદોમાંથી 54 ભાજપના છે, એટલે કે 46%.

4. ઉત્તર ભારત (દિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલ, યુપી, ઉત્તરાખંડ): ભાજપ અને આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ
ઉત્તર ભારતમાં ભાજપ હરિયાણા, યુપી અને ઉત્તરાખંડમાં સત્તા પર છે. ઉત્તર ભારતમાંથી કુલ 818 ધારાસભ્યો ચૂંટાયા છે, જેમાંથી ભાજપ પાસે કુલ 377 ધારાસભ્યો એટલે કે 46% છે. તેવી જ રીતે, કુલ 189 સાંસદોમાંથી, ભાજપના 98 સાંસદો છે, એટલે કે 52%.

5. મધ્ય ભારત (ખઙ, છત્તીસગઢ): ભાજપે મોટી જીત નોંધાવી
મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર હતી અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર હતી. અહીં કુલ 420 ધારાસભ્યો ચૂંટાયા છે, જેમાંથી 144 ભાજપના હતા, એટલે કે 34%. 3 ડિસેમ્બરે જાહેર થયેલા પરિણામો બાદ ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સૌથી મોટી લીડ બનાવી છે. બંને રાજ્યોમાં ભાજપ લગભગ 70 થી વધુ ધારાસભ્યો વધાર્યા છે. તેવી જ રીતે, કુલ 40 સાંસદોમાંથી 37 ભાજપના એટલે કે 92% છે.

6. દક્ષિણ ભારતમાં ભાજપ ક્યાંય સત્તા પર છે જ નહિ
કર્ણાટકની હાર બાદ દક્ષિણના 5 રાજ્યોમાંથી એક પણ રાજ્યમાં ભાજપની સરકાર નથી. કુલ 130 લોકસભા સાંસદો દક્ષિણ ભારતના 5 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાંથી આવે છે. તેમાંથી ભાજપ પાસે માત્ર 29 સાંસદો એટલે કે 22% છે. તેમાંથી 25 સાંસદ કર્ણાટકના અને 4 તેલંગાણાના છે.

દક્ષિણ ભારતના આ રાજ્યોની વિધાનસભાઓમાં કુલ 923 ધારાસભ્યો છે. તેમાંથી કર્ણાટક ચૂંટણી પહેલા ભાજપ પાસે પણ કુલ 135 ધારાસભ્યો હતા. કર્ણાટકમાં ભાજપના 40 ધારાસભ્યો ઘટાડ્યા બાદ આ આંકડો પણ ઘટીને 95 થઈ ગયો છે. તેનો અર્થ એ કે દક્ષિણ ભારતમાં ભાજપ પાસે કુલ ધારાસભ્યોના માત્ર 10% છે. અને ગઈકાલના પરિણામો જોતા ભાજપના તેલંગાણામાં 8 ધારાસભ્યો ચૂંટાયા છે


Related Posts

Load more