રાહુલ ગાંઘીની કોંગ્રેસની મોહબત્તની દુકાનની માત્ર એક જ ફ્રેન્ચાઇઝી ઝડપાઇ – સી.આર.પાટીલ

By: nationgujarat
09 Dec, 2023

આવકવેરા વિભાગ (IT) એ ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના પરિસરમાંથી રૂ. 300 કરોડથી વધુની રોકડ રિકવર કરી છે.  આ મામલે હવે ગુજરાત ભાજપે રાજકારણ ગરમ કર્યુ છે. આજે આ મામલે પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને કરોડોનાભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસને આડે હાથ લીઘી. આ સિવાય આજે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપ દ્વારા બેનરો સાથે સુત્રતાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો

આ પત્રકાર પરિષદને સંબોધતા  સી.આર.પાટીલજીએ જણાવ્યું કે, કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ, તેમના સંબંધીઓ અને મિત્રોનાં 10 સ્થળ પરથી 250 કરોડથી વધુની રોકડ રમક મળતા સમગ્ર દેશની જનતા અચબિંત થઇ છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રોકડ રકમ એટલી બધી છે કે તેને ગણતા હજુ બે દિવસ જેટલો સમય લાગી શકે છે. જે વ્યકિત લોકસભામાં બે વખત હારી ગયા હોવા છતા કોંગ્રેસે તેમને ત્રણ વખત રાજયસભાનો સાંસદ બનાવ્યો. કોંગ્રેસ પાસે જનતા સવાલ કરી રહી છે કે એવી તો કેવી ડીલ હશે કે બે વખત લોકસભાની ચૂંટણીમાં જનતાએ જાકારો આપ્યો હોવા છતા ત્રણ વખત રાજયસભાના સાંસદ બનાવ્યા. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં તેમની સાથે હતા તેથી તે સ્પષ્ટ થાય છે તે ઘીરજ સાહુ ગાંઘી પરિવાર સાથે નજીકના સબંધ ધરાવે છે.

પાટીલે વધુમાં જણાવ્યું કે, 250 કરોડથી વધુની રોકડ રકમના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંઘી આ સંવેદનશીલ મુદ્દે મૌન છે તે પાછળનું કારણ પણ જનતાને જણાવવું જોઇએ. આ સમગ્ર મુદ્દે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું છે કે, દેશની જનતાનો એક એક રૂપિયા પાછો આપવો પડશે તે મોદીની ગેરંટી છે. એક બાજુ દેશમાં ભ્રષ્ટાચારને નાબુદ કરવા કામ કરતી ભાજપા સરકાર છે તો બીજી તરફ ભ્રષ્ટાચારી ગેંગ એક થઇ જનતાને ગેર માર્ગે દોરવાનું કામ કરી છે. રાહુલ ગાંઘીની મહોબતની દુકાનમાંથી નોટોનો પહાડ નીકળ્યો છે આતા હજી એક દુકાન ઝડપાઇ છે.

 

શ્રી પાટીલજીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસના નેતા અને ગાંઘી પરિવારે જણાવવું જોઇએ કે તેમના સાંસદ પાસેથી આટલી મોટી રકમ કેવી રીતે મળી અને કયા નેતાના ઇશારે કામ કરી રહ્યા છે.આ કૌભાંડનું નામં ગાંઘી કરપ્શન સેન્ટર રાખવામાં આવે તો ખોટુ નહી કહેવાય. આ કૌભાંડથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસના નેતાઓના ઇશારે આ ભ્રષ્ટાચાર ચાલતો હતો તેથી મીડિયાના માધ્યમથી જણાવવાનું કે મોદી સાહેબની ગેરેંટી ગરિબોના પાઇ પાઇ પાછો લાવશે અને મોદી સાહેબ ભ્રષ્ટાચારીને છોડશે નહી તે તેમની ગેરંટી છે અને ગરિબોને તેમનો હક્ક પાછો અપવા પ્રયાસ કરશે. જનતાએ કોંગ્રેસના આ કૌભાંડી ચહેરાને ઓળખી લેવો જોઇએ. કોંગ્રેસના નેતા આ ગંભીર મુદ્દે કેમ મૌન છે તેનો પણ જવાબ આપવો જોઇએ.

સવાલ એ છે કે આવા કેટલા સાંસદો દેશમાં હશે જેમણે જનતાના રૂપિયા નો ભ્રષ્ટાચાર કર્યો છે. શું દરેક સંસદની તપાસ કરવી જોઇએ કે નહી?  તમે કમેન્ટ કરજો.

 


Related Posts