આવતીકાલે ભારત – પાક, ભારત માટે મોટી ચેલેન્જ

By: nationgujarat
09 Sep, 2023

એશિયા કપમાં આવતીકાલે મેગા મેચ છે આ મેચ માટે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા છે અને આમાં ભારત અને પાકિસ્તાન સિવાય અન્ય દેશોના ક્રિકેટ પ્રેમીઓ પણ ખૂબ રસ ધરાવે છે. એશિયા કપની પાછળી મેચ માં વરસાદ નડયો હતો જો કે આ વખતે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. હવે કોણ જીતશે તેના પર સૌની નજર છે.  ગત મેચમાં ભારતનો ટોપ ઓડર નો ધબડકો થઇ ગયો હતો હવે આ વખતે ટોપ ઓડર કેવી બેટીંગ કરશે તે સૌને જોવુ છે.

ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને વર્તમાન ક્રિકેટ નિષ્ણાત આકાશ ચોપરાનું માનવું છે કે એશિયા કપ 2023 સુપર-4માં પાકિસ્તાન સામેની મેચમાં ભારતનો સૌથી મોટો પડકાર એ હશે કે શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફના ખતરાને કેવી રીતે પાર કરવો. સુપર-4માં ભારતની પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે થવાની છે. જ્યારે ટીમ ઈન્ડિયાનો ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનનો સામનો થયો ત્યારે આ ત્રણ બોલરોએ મળીને 10માંથી 10 વિકેટ ઝડપી હતી.

આકાશ ચોપડાના મતે પાકિસ્તાનના બોલર સામે ભારતે સંભાળીને રમવું પડશે ટોસ પણ એક મહત્વની ભૂમિકા નિભાવશે. ભારતના બેટર ક્રિઝ પર સમય વિતાવ્યા પછી  જ મોટા શોટસ મારવા પર ભાર મુકવો જોઇએ અને દરેક ખિલાડી આવતા વેટ ટી-20ની રમત રમી સ્કોર મોટો કરવા માગે છે તેમ વન ડે મેચમાં ન થાય તે બાબત પણ સમજવી પડશે.

તેણે કહ્યું, ‘પ્રેમદાસા સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બોલોરને ફેવર કરે છે. તમને અહીં દરેક જગ્યાએ થોડી ચીકણી પિચો મળશે, તમને ભારતમાં અને લાહોર, મુલતાન અને કરાચીમાં મળે છે તેવી સપાટ પિચો મળશે નહીં. આમાં બોલરો માટે ઘણું બધું છે જે મેચને રસપ્રદ બનાવે છે. ભારતીય ટીમ માટે અહીં સૌથી મોટો પડકાર હશે – તેઓ શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફની  બોલિગ સામે કેવી રીતે રમશે ? આ પ્રશ્ન ફરી એકવાર ઉભો થયો છે.

ટીમમાં રાહુલ અને ઇશાન  કેયા નંબરે બેટીગ કરશે અને બંને ખિલાડી કેવુ પ્રદર્શન કરશે તે પણ ક્રિકેટ પ્રેમીઓ જોવા આતુર છે તો ભારત તરફથી બોલીગ પેસ પાકિસ્તાનના બેટરને કેટલી પ્રેશર આપશે અને મીડિલ ઓવરમાં ભારત કેવી બોલીગ કરશે તે પણ જોવાનું રહશે  સાથે સાથે ભારતની ફિલ્ડીગ પણ ગત મેચમાં ભારતે ખૂબ ખરાબ ફિલ્ડિગ કરી છે હવે પાકિસ્તાન સામે ગત મેચમાંથી કેટલી શીખ લીધી છે તે જોવાનુ રહેશે

 


Related Posts