ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આપના નેતા ઇસુદાન ગઢવીના નીવેદનથી રાજકીય માહોલ સર્જાયો છે. ગુજરાતમાં પહેલી વાર કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન કરવામાં આવશે બંને પાર્ટી ભેગી થઇ ભાજપને હરાવવા કામે લાગશે. ઇસુદાન ગઢવીએ નિવેદન આપ્યુ છે. સીટોની વહેચણી કરી બંને પક્ષ ઉમેદવાર ઉભા રાખશે … ભાજપને હરાવવા ગુજરાતમાં ગંઢબંધન કરવામાં આવશે. ઇન્ડિયા ગંઠબંધનને ધ્યાને રાખી લડાશે ચૂંટણી જનતાના મુદ્દા શું હશે તેને ધ્યાને રાખી બંને પક્ષો રોડ મેપ તૈયાર કરશે.
દેશમાં એકતાનો માહોલને તોડવામાં આવી રહ્યો છે. ભાજપ સરકાર લોકતંત્રની હત્યા કરી રહી છે તેના સંદર્ભે વિરોધી પાર્ટીઓ ભેગી થઇ છે આવનાર સમયમાં બેઠકોની વહેંચણી થશે. આગામી સમયમાં ઇન્ડિયા ગંઢબંધનમાં રોડમેપ નકકી થશે – ઇસુદાન ગઢવી
ભાજપના સાશસનમાં મોંધવારી વધી છે ટામેટા ડુંગળી જેવી ખાદ્ય વસ્તુ મોંધી થઇ રહી છે. દેશનામા બેરોજગારી વધી છે ભ્રષ્ટાચાર વધ્યો છે. આ વખતે ગુજરાત ભાજપ 26માંથી 26 બેઠક નહી મળે તે ચોક્કસ છે. – ઇસુદાન ગઢવી