BIG NEWS: ‘વન નેશન, વન ઈલેક્શન’ને મોદી કેબિનેટની મંજૂરી, સંસદમાં રજૂ કરાશે બિલ

By: nationgujarat
12 Dec, 2024

One Nation, One Election: મોદી કેબિનેટ બેઠકમાં આજે (12મી ડિસેમ્બર) વન નેશન-વન ઈલેક્શનના બિલને મંજૂરી મળી ગઈ છે. અહેવાલો અનુસાર, હવે મોદી સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે. આગામી અઠવાડિયામાં શિયાળુ સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

રામનાથ કોવિંદમી સમિતિએ સોંપ્યો હતો રિપોર્ટ
અહેવાલો અનુસાર, વન નેશન, વન ઈલેક્શન માટે સૌથી પહેલા જેપીસી કમિટી બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો લેવામાં આવશે. ત્યાર બાદ આ બિલ સંસદમાં રજૂ કરાશે અને તેને પસાર કરવામાં આવશે. આ પહેલા રામનાથ કોવિંદની સમિતિએ વન નેશન, વન ઈલેક્શન સંબંધિત પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો.


Related Posts

Load more