ગુજરાતમાં શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર

By: nationgujarat
16 Aug, 2023

અમદાવાદ : પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા અંગે અસમંજસ પેદા થઈ છે. સેનેટ સભ્ય નિદત બારોટના શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. કારણ કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અસમંજસ થઈ છે. ધોરણ 6 થી 8માં બીએડ કરનાર શિક્ષક નહીં બની શકે. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં પ્રાઈમરી શબ્દના ઉપયોગથી અસમંજસ પેદા થઈ છે. ગુજરાતમાં હાલ 6 થી 8માં બીએડ કરનાર શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સુપ્રીમના આદેશ બાદ PTC કરનારની જ ભરતી થઈ શકશે. ત્યારે બીએડ કરનાર ઉમેદવારોના ભાવિ સામે ઊભા પ્રશ્નાર્થ ઉભા થયા છે.

પ્રાયમરી અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાથી ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે અસમંજસની સ્થિતિ સર્જાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય નીદત બારોટે આ મુદ્દે પ્રકાશ પાડતા જણાવ્યું કે, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા મુજબ ધોરણ 1 થી 5 પ્રિ પ્રાયમરી છે. તેમજ ધોરણ 6 થી 8 પોસ્ટ પ્રાયમરી છે. જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રાયમરી શબ્દોનો ઉપયોગ કરાયો છે. હવે પીટીસી કરનારા શિક્ષકોને લાભ, પરંતુ બી એડ કરનારા ઉમેદવારો ને ધોરણ 6, 7, 8 માં લાભ મળશે કે નહિ એ સવાલ છે. આ અંગે સરકાર સુપ્રીમ કોર્ટમાં જઈ માર્ગદર્શન માંગે તો અસમંજસ ઊભી થશે.તેમણે કહ્યું કે, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અંગે પણ સુપ્રીમમાં જવું પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા જે બી.એડ માન્યતા છે તેને રદ્દ કરવામાં આવી છે. ગુજરાતના જેને પીટીસી કહેવામાં આવે છે જેને આખા દેશમાં ડિપ્લોમા કહેવાય છે તે અંગે 11 ઓગસ્ટના રોજ મહત્વનો ચુકાદો આવ્યો છે. ધોરણ 6 થી 8 માં બી.એડ કર્યું હોઈ તેને શિક્ષક તરીકે માન્ય ગણાય છે. જોકે હવે સ્પષ્ટ થયું છે કે ધોરણ 1 થી 8 માં બી.એડ કરેલા શિક્ષકો બની શકે નહિ.કેન્દ્રીય વિદ્યાલય નાં ઠરાવ અને અન્ય નિયમો મુજબ ધોરણ 1 થી 5 માં પીટીસી કરેલા તાલીમાર્થીઓ માટે શિક્ષક તરીકે જ લેવા એ ફરજિયાત થયું છે. અલગ અલગ ત્રણ પ્રકારના શિક્ષકને તાલીમ આપવામાં આવે છે. જેમાં ધોરણ 1 થી 5 માટે પીટીસી હોય છે. બી એ ટી તાલીમ લીધી હોઈ તેવા ધોરણ 6 થી 8 માં શિક્ષક તરીકે માન્ય રહ્યા છે. હવે નવી ભરતી કે અન્ય પ્રક્રિયામાં પ્રાયમરી માટે પીટીસી ફરજિયાત થઈ છે.


Related Posts

Load more