Related Posts
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન 3 દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. તેઓ દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીં કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ બાઇડન ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટી અને તેમની પુત્રીને પણ મળ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ થોડી જ વારમાં પીએમ આવાસ પર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
અમેરિકાના NSA જેક સુલિવાને જણાવ્યું કે આ દરમિયાન બંને દેશો વચ્ચે સિવિલ ન્યૂક્લિયર ટેક્નોલોજીમાં સહયોગ વધારવા પર પણ ચર્ચા થશે. આ દરમિયાન નાના મોડ્યુલર ન્યૂક્લિયર રિએક્ટર પર સમજૂતી થઈ શકે છે. આ સિવાય બંને દેશો વચ્ચે GE જેટ એન્જિન ડીલ પર પણ વાતચીત આગળ વધી શકે છે.