વડોદરામાં(heavy rain) ગાજવીજ સાથે એક જ રાતમાં 5 ઇંચ વરસાદ

By: nationgujarat
22 Jul, 2023

Vadodaraમાં  મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (heavy rain) વરસ્યો હતો. વડોદરામાં રાત્રીના 2 વાગ્યા બાદ પડેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વડોદરામાં એક જ રાતમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો પાદરામાં પણ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.વડોદરામાં રાત્રી દરમિયાન ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે ગોરવાના રાજીવનગરમાં પાણી ભરાયા છે. તો કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદમાં પણ વહેલી સવારે વરસાદ (heavy rain)વરસ્યો હતો સવારથીજ અમદાવાદ શહેરમાં  વાદળીયુ વાતાવરણ છે. તો નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ (heavy rain) વરસી ચૂક્યો છે, જ્યારે 11 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢ જિલ્લામાં સતત ત્રણ દિવસથી મેઘરાજાએ મંડાણ કર્યું છે. ગિરનાર અને દાતર પર્વત ઉપર સાંબેલાધારે વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે થઇ છે. હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, નવસારી અને વલસાડમાં રેડએલર્ટ આપવામાં આવ્યું છે.

નવસારી શહેરમાં જળબંબાકાર સ્થિતિ
ધોધમાર વરસાદે નવસારી શહેરને જળબંબાકાર સ્થિતિમાં મૂકી દીધું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઇને બીલીમોરાથી ઊંડાચને જોડતા ગરનાળામાં પાણી ફરી વળવાના કારણે લોકોની આવનજાવન પર સીધી અસર થઈ છે. તો નેશનલ હાઈવે નંબર 48ને જોડતા ગરનાળામાં પણ પાણી ભરાઇ જતાં લોકોને 20 કિલોમીટર જેટલો લાંબો ચકરાવો કરવો પડી રહ્યો છે. ખેરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે એના રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં છે. એને લઇને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયાં છે. નવસારીમાં સ્ટેશનની દાંડી તરફ જતો રસ્તો બંધ થઇ ગયો છે, જ્યારે વિઠ્ઠલ મંદિરમાં પાણી ભરાઇ ગયાં છે.


Related Posts