અયોધ્યાના રામ મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન માટે પહોંચી રહ્યા છે. ભારે ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આસ્થા ટ્રેનો અયોધ્યા સુધી લંબાવી છે.
રેલવેના સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, આ ટ્રેનોમાં બુકિંગ IRCTC દ્વારા જ કરવામાં આવશે. આ સિવાય રિઝર્વેશન, સુપરફાસ્ટ ચાર્જ, કેટરિંગ ચાર્જ, સર્વિસ ચાર્જ અને બુકિંગ દરમિયાન લાગતો GST પણ લાગુ થશે.
રેલવે મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું કે, નવા પ્રસ્તાવ હેઠળ આસ્થા ટ્રેનો 1 ફેબ્રુઆરી, 2024થી દોડાવવાની છે. પહેલા બે દિવસમાં લગભગ 5 લાખ લોકોએ રામ મંદિરના દર્શન કર્યા છે. આ ટ્રેન માત્ર સ્લીપર કોચ ટ્રેન હશે, તમામ કોચ નોન એસી અને સ્લીપર હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટિકિટના ભાવમાં શાકાહારી ભોજન, ધાબળા અને તકિયા આપવામાં આવશે.
દિલ્હી
નવી દિલ્હી સ્ટેશન – અયોધ્યા – નવી દિલ્હી સ્ટેશન
આનંદ વિહાર-અયોધ્યા-આનંદ વિહાર
નિઝામુદ્દીન-અયોધ્યા-નિઝામુદ્દીન
જૂની દિલ્હી રેલવે સ્ટેશન – અયોધ્યા ધામ – જૂની દિલ્હી રેલવે સ્ટેશન
મહારાષ્ટ્ર
મુંબઈ-અયોધ્યા-મુંબઈ
નાગપુર-અયોધ્યા-નાગપુર
પુણે-અયોધ્યા-પુણે
વર્ધા-અયોધ્યા-વર્ધા
જાલના-અયોધ્યા-જાલના
ગોવા-આસ્થા સ્પેશિયલ
તેલંગાણા
સિકંદરાબાદ-અયોધ્યા-સિકંદરાબાદ
કાઝીપેટ જં.-અયોધ્યા-કાઝીપેટ જં.
તમિલનાડુ
ચેન્નઈ-અયોધ્યા-ચેન્નઈ
કોઈમ્બતુર – અયોધ્યા – કોઈમ્બતુર
મદુરાઈ-અયોધ્યા-મદુરાઈ
સલેમ-અયોધ્યા-સલેમ
જમ્મુ અને કાશ્મીર
જમ્મુ-અયોધ્યા-જમ્મુ
કટરા-અયોધ્યા-કટરા
ગુજરાત
ઉધના-અયોધ્યા-ઉધના
ઈન્દોર-અયોધ્યા-ઈન્દોર
મહેસાણા – સલારપુર – મહેસાણા
વાપી-અયોધ્યા-વાપી
વડોદરા-અયોધ્યા-વડોદરા
પાલનપુર – સલારપુર – પાલનપુર
વલસાડ-અયોધ્યા-વલસાડ
સાબરમતી – સલારપુર – સાબરમતી
મધ્યપ્રદેશ
ઈન્દોર-અયોધ્યા-ઈન્દોર
બીના-અયોધ્યા-બીના
ભોપાલ-અયોધ્યા-ભોપાલ
જબલપુર-અયોધ્યા-જબલપુર