AsiaCup 2023 દરેક ટીમેની થઇ જાહેરાત જાણી લો એક ક્લિકમાં ટીમના સભ્યો

By: nationgujarat
28 Aug, 2023

એશિયા કપ 2023 માટે ચાહકોને વધુ રાહ જોવી પડશે નહીં. ટૂર્નામેન્ટ બુધવાર (30 ઓગસ્ટ)થી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલતાનમાં રમાશે. ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લેશે જેને 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે.એશિયા કપને લઈને તમામ 6 ટીમોની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ભાગ લેશે. અફઘાનિસ્તાને ટૂર્નામેન્ટને લઈને છેલ્લા (27 ઓગસ્ટે) ટીમની જાહેરાત કરી હતી.

એશિયાકપમાં ટીમ આ પ્રકારે છે.

ગ્રુપ એ- ભારત,પાકિસ્તાન,નેપાલ

ગ્રપબી- શ્રીલંકા, બાગ્લાદેશ,અફગાનિસ્તાન

ભારતીય ટીમ – રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઈશાન કિશન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણ.

પાકિસ્તાન ટીમ – અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, ઈમામ-ઉલ હક, બાબર આઝમ (સી), સલમાન અલી આગા, ઈફ્તિખાર અહેમદ, તૈબ તાહિર, સઈદ શકીલ (ફક્ત અફઘાનિસ્તાન શ્રેણી માટે), મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હરિસ, શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન) ), મોહમ્મદ નવાઝ, ઉસ્મા મીર, ફહીમ અશરફ, હરિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ અને શાહીન શાહ આફ્રિદી.

બાંગ્લાદેશ ટીમ – શાકિબ અલ હસન (કેપ્ટન), લિટ્ટન દાસ, તન્જીદ તમીમ, નજમુલ હુસૈન શાંતો, તૌહીદ હૃદયોય, મુશફિકુર રહીમ, મેહિદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, હસન મહમૂદ, મહેદી હસન, નસુમ અહેમદ, શમીમ હુસૈન, અફહુર ઈસ્લામ, શમીમ હુસેન. , અબાદોત હુસૈન, મોહમ્મદ નઈમ.

શ્રીલંકાની ટીમ – (ખેલ મંત્રાલય તરફથી મંજૂરી બાકી છે): દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાન્કા, દિમુથ કરુણારત્ને, કુસલ ઝેનિથ પરેરા (ડબ્લ્યુકે), કુસલ મેન્ડિસ, ચરિથ અસલંકા, સદીરા સમરવિક્રમા, ધનંજય ડી’સિલ્વા, વાનિન્દુ હસરાંગા, દુનિથલ વેલ્સ, મહેશ વેલ્સ લાહિરુ કુમારા, દુસ્મંથા ચમીરા, દિલશાન મદુશંકા, મતિશા પાથિરાના.

અફગાનિસ્તાનની ટીમ – રહેમાનુલ્લા ગુરબાઝ, ઇબ્રાહિમ ઝદરાન, રિયાઝ હસન, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી, નજીબુલ્લાહ ઝદરાન, રશીદ ખાન, ઇકરામ અલીખાલી, કરીમ જનાત, ગુલબદ્દીન નાયબ, મોહમ્મદ નાહી, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી, શરાફુદ્દીન અશરફ, નૂર રહેમાન અને અદબુલ અહેમદ. • સલીમ.

નેપાલની ટીમ – રોહિત પૌડેલ (c), કુશલ ભુર્ટેલ, આસિફ શેખ (wk), લલિત રાજબંશી, ભીમ શાર્કી, કુશલ મલ્લ, દીપેન્દ્ર સિંહ એરે, સંદીપ લામિછાને, કરણ કેસી, ગુલશન ઝા, આરિફ શેખ, સોમપાલ કામી, પ્રતિસ જીસી, કિશોર મહતો, સંદીપ જોરા અર્જુન સઈદ અને શ્યામ ધકલ.


Related Posts