Asia Cup 2023 – સુપર 4 માટે ટીમ નક્કી થઇ ગઇ ભારત કોની સામે રમશે મેચ જાણો

By: nationgujarat
06 Sep, 2023

શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ગ્રુપ-બીની છેલ્લી મેચ બાદ હવે એશિયા કપ 2023માં સુપર-4 મેચોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જ્યારે યજમાન પાકિસ્તાન ગ્રુપ-Aમાં ટોચ પર છે, જ્યારે ભારતે બીજા નંબર સાથે સુપર-4માં જગ્યા બનાવી છે. બીજી તરફ જો આપણે ગ્રુપ-બીની વાત કરીએ તો શ્રીલંકા ટોપ પર છે તો બાંગ્લાદેશની ટીમ બીજા સ્થાને રહીને સુપર-4માં પહોંચવામાં સફળ રહી છે. નેપાળ અને અફઘાનિસ્તાનની ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. સુપર-4ની પ્રથમ મેચ આજે 6 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે લાહોરમાં રમાશે. જ્યારે ભારતીય ટીમ સુપર-4માં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 10 સપ્ટેમ્બરે કોલંબોમાં પ્રથમ મેચ રમશે.
એશિયા કપમાં ભારતીય ટીમની અત્યાર સુધીની સફરની વાત કરીએ તો ગ્રુપ-Aની પહેલી મેચ પાકિસ્તાન સામે હતી, જેમાં વરસાદ પડ્યો હતો. આ સાથે જ ભારતે નેપાળ સામે બીજી મેચ રમી હતી. વરસાદ વિક્ષેપિત આ મેચમાં ભારતે નેપાળને ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ 10 વિકેટે હરાવ્યું હતું. હવે સુપર-4માં ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો 12 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે થશે.

તારીખ પ્રમાણે ટીમનું શિડ્યુલ

આજે એશિયાન કપમાં પાકિસ્તાન -બાંગ્લાદેશની મેચ રમાશે. 9 તારીખે શ્રીલંકા બાંગ્લાદેશની મેચ રમાશે. 10 તારીખે ફરી ભારત – પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. 12 તારીખે ભારત – શ્રીલંકા વચ્ચે મેચ 14 તારીખે શ્રીલંકા પાકિસ્તાન વચ્ચે મેચ. 15 તારીખે ભારત બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે.

કોલંબોમાં વરસાદની છાયા

6 સપ્ટેમ્બરે લાહોરમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ સુપર-4 મેચ બાદ એશિયા કપની બાકીની તમામ મેચો કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. પલ્લેકેલેની જેમ, કોલંબોમાં પણ વરસાદ બગાડી શકે છે. આવી સ્થિતિમાં કેટલીક મેચો રદ્દ થવાનો ભય છે. જો કે અગાઉ સુપર-4ને હંબનટોટામાં શિફ્ટ કરવાની વાત થઈ હતી, પરંતુ હવે તમામ મેચો કોલંબોમાં જ રમાશે.


Related Posts

Load more