ભાવનગરના પૂર્વ વિધાનસભા વિસ્તારમાં અશાંત ધારો લાગુ

By: nationgujarat
27 Jul, 2023

ભાવનગરના પૂર્વ વિધાનસભા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. આખરે ભાવનગર શહેરના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે આ અંગેનું નોટીફિકેશન જાહેર કરવામાં આવેલ છે. ભાવનગરના પૂર્વના ધારાસભ્ય સેજલબેન રાજીવ કુમાર પંડ્યા ની ઉગ્ર રજૂઆતને કારણે ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે.અશાંત ધારા હેઠળ ભાવનગર પૂર્વના રાણીકા, પ્રભુદાસ તળાવ, ભગા તળાવ, ક્રેસન્ટ ગાંધી સ્મૃતિ, આંબાવાડી, બોરડી ગેઈટ, ગીતા ચોક, યશવંતરાય નાટય ગૃહ, ડોન ચોક, ડેરી રોડ, તિલકનગર સહિતના વિસ્તારોમાંના ઘણા ખરા ભાગને આવરી લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં હિન્દુ સંગઠનો દ્વારા અશાંત ધારા માટે હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર લડત ચલાવવામાં આવી રહી હતી.અને ગઈકાલે બપોરે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાના નિવાસ્થાને ધરણા કરવામાં આવ્યા હતા અને પોલીસે અનેક લોકોની ધરપકડ કરી હતી. સાંજે અશાંત ધારોલાગુ કર્યા ના સમાચાર આવતા હિન્દુ સંગઠનોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.

રાજ્ય સરકારે નોટિફિકેશન જારી કરી વિવિધ વિસ્તારોને અશાંત વિસ્તાર જાહેર કર્યા, 28 વિસ્તારોના વિવિધ સર્વે નંબરમાં આવેલી સ્થાવર મિલકતો પ્રાંત અધિકારીની પૂર્વમંજૂરી વિના ટ્રાન્સફર કરી શકાશે નહીં.ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા તા.26/7 ના રોજ ભાવનગર શહેરના ચોકકસ વિસ્તારોને હેઠળ અશાંતવિસ્તાર જાહેર કરવામાં આવેલ છે.

જેથી શીડયુલ મુજબના વિસ્તારો તા. તા.26/7 થી તા.25/7 સુઘી અશાંત વિસ્તાર હેઠળ સમાવિષ્ટ થાય છે. આ સમયગાળા દરમ્યાન આ વિસ્તારોમાં આવેલી સ્થાવર મિલ્કતોની તમામ તબદીલીઓ પ્રાંત અઘિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ભાવનગરની પૂર્વ પરવાનગી વગર કરવામાં આવશે તો આ તમામ તબદીલીઓ રદબાતલ ગણવામાં આવશે.


Related Posts