ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના રિમાન્ડ મંજૂર

By: nationgujarat
15 Dec, 2023

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્જ મંજૂર કરવામાં આવ્યા છે. ડેડિયાપાડા કોર્ટે ચૈતર વસાવાના 18 તારીખ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. તો પોલીસે ચૈતર વસાવાના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ તેના 3 દિવસના રિમાન્જ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા  મહિનાથી ચૈતર વસાવા કયા હતા તે અંગે પોલીસ કરશે તપાસ 18 તારીખ સુઘીના રિમાન્ડ મંજૂર

ચૈતર વસાવા પર વનકર્મીઓને માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો ચૈતર વસાવાને પોલીસ વનકર્મીને માર મારવાના કેસમાં પૂછપરછ કરશે.તો આ ઉપરાંત રિમાન્ડમાં પોલીસ અનેક બાબતોને લઈ તપાસ કરશે. એક મહિનાથી ચૈતર વસાવા ક્યાં હતા. તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે.

શું હતી સમગ્ર ઘટના

વન વિભાગના અધિકારીઓને માર મારવા અને હવામાં ફાયરિંગ કરવાનો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપ છે. ચૈતર વસાવાને છેલ્લા 39 દિવસોથી પોલીસ પકડથી દૂર હતા. આખરે તેમણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. ત્યારે આ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે.


Related Posts