અમૂલના ચેરમેન શાભેસિંહ પરમાર અને વાઈસ ચેરમેન તરીકે વિજય પટેલની સર્વાનુમતે નિમણૂક

By: nationgujarat
15 Dec, 2025

Kheda News:  ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમૂલ ડેરી)માં સત્તા કોના હાથમાં આવશે તે અંગે છેલ્લા 96 દિવસથી ચાલી રહેલી ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. આજે, સહકારી સંઘના નિયામક મંડળમાં સર્વસંમતિથી ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. અમૂલ ડેરીનું ચેરમેન પદ શાભેસિંહ પરમારને સોંપવામાં આવ્યું છે, જ્યારે વાઈસ ચેરમેન પદે વિજય પટેલની વરણી કરવામાં આવી છે.

સર્વસંમતિથી વરણી

મળતી માહિતી અનુસાર, અમૂલ ડેરીના સભાખંડ ખાતે મોટી સંખ્યામાં ટેકેદારો, ભાજપના ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ અને સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ચેરમેન પદે વીરપુરના શાભેસિંહ પરમારની વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેન પદે ડાકોરના વિજય પટેલની વરણી કરવામાં આવી છે. નવા વરાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને ઉપસ્થિત સૌ ટેકેદારો અને પદાધિકારીઓ દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી હતી.

નિર્ણય બાદ ખુશીનો માહોલ

સામાન્ય ચૂંટણી પૂર્ણ થયાના ત્રણ મહિનાથી વધુ સમય બાદ આ પદો પર નિમણૂક થતાં ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદક સહકારી સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શાભેસિંહ પરમાર અને વિજય પટેલનું નેતૃત્વ હવે અમૂલ ડેરીના ભાવિ સંચાલન અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરશે.


Related Posts

Load more