અમદાવાદ: મણિનગરમાં અકસ્માત સર્જનારને પોલીસે ચખાડ્યો મેથીપાક

By: nationgujarat
25 Jul, 2023

સ્ટંટબાજો સુધરી જજો, નહીં તો હવે ખૈર નહીં. અમદાવાદમાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે. મણિનગરમાં અકસ્માત કરી ભાગી ગયેલા લોકોને પાઠ ભણાવવામાં આવ્યો છે. પોલીસ કારચાલક સહિત કારમાં બેઠેલા તમામ લોકોને જાહેરમાં પાઠ ભણાવ્યા છે. હવે ટ્રાફિકના નિયમો ભંગ કર્યા તો ખૈર નથી.મણિનગરમાં મોડીરાત્રે એવી બેફામ કાર દોડાવી કે કાર પલટી ગઈ અને રસ્તાના કિનારે બેઠેલા કેટલાક લોકોના જીવ બચી ગયા હતા. કારમાં સવાર લોકો સ્થળ પરથી ભાગી ગયા હતા, પરંતુ પોલીસે તેમને શોધી કાઢ્યા હતા અને તે જ રસ્તા પરથી તેમને પાઠ ભણાવ્યો હતો. રસ્તાઓ પર હાહાકાર મચાવનારા આવા લોકો સામે પોલીસ શું કરી રહી છે, તેવો સવાલ ગુજરાત હાઈકોર્ટે ઉઠાવ્યો છે. ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે અકસ્માત સર્જી 9 લોકોના જીવ લીધા બાદ પોલીસે હવે આવા તત્વો સામે કમર કસી લીધી છે.


Related Posts

Load more