અમદાવાદ: NSUIની રેલીમાં નિયમોના ધજાગરા: કોંગ્રેસ નેતાઓ હેલ્મેટ વિના બાઈક પર દેખાયા

By: nationgujarat
04 Dec, 2025

NSUI bike rally Ahmedabad: ગુજરાતમાં વધતા જતા ડ્રગ્સના દૂષણ સામે અવાજ ઉઠાવવા માટે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા આજે અમદાવાદમાં યોજાયેલી ‘સે નો ટુ ડ્રગ્સ’ (Say No To Drugs) રેલી વિવાદનું કેન્દ્ર બની છે. એક તરફ યુવાનોને નશાથી દૂર રહેવાનો સંદેશ આપવાનો પ્રયાસ હતો, તો બીજી તરફ ખુદ જવાબદાર નેતાઓ જ ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડાવતા જોવા મળ્યા હતા.

નેતાઓ જ બન્યા કાયદા ભંગ કરનારા

આ રેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, જીગ્નેશ મેવાણી અને પ્રગતિ આહીર જેવા ટોચના નેતાઓ જોડાયા હતા. જોકે, આશ્ચર્યજનક દ્રશ્યો ત્યારે સર્જાયા જ્યારે આ તમામ દિગ્ગજ નેતાઓ હેલ્મેટ પહેર્યા વિના જ બાઈક પર સવાર થઈને નીકળ્યા હતા.


Related Posts

Load more