અમદાવાદમા લવ, સેક્સ ઓર ધોખાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, પ્રેમીએ લગ્નના બહાનાથી પ્રેમિકા સાથે ચીટિંગ કર્યું

By: nationgujarat
24 Nov, 2025

Ahmedabad News  : અમદાવાદમાં વધુ એક વખત લવ સેક્સ અને ધોખાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી અને પૈસા પણ પડાવાનો આરોપ પણ લાગતા ઘાટલોડિયા પોલીસમાં ફરિયાદ નોંધઆઈ છે. બળાત્કાર સહિત છેતરપીંડીની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવા માટે ચક્રમાન કર્યાં છે.અમદાવાદના ઘાટલોડીયા પોલીસે સ્ટેશન એક યુવતીએ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા સહિત 2 લાખ રૂપિયા ફૅશન ડિઝાઇનના ધંધા માટે રૂપિયા પડાવાની ફરિયાદ પ્રેમી નકુલ આશ્રમ સોની સામે નોંધાવી છે. ઘાટલોડિયા પોલીસે ફરિયાદ નોંધીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે

યુવતી દ્વારા કરવામાં આવેલ ફરિયાદની વાત કરવામાં આવે તો, યુવતી અને આરોપી નકુલ આશારામ સોની આજુ બાજુની સોસાયટીમાં રહેતા હતા, ત્યારે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ ઈન્સ્ટાગ્રામ પર પર વાતચીત ચાલુ થઈ હતી. નવરાત્રિ નજીક આવી રહી હતી ત્યારે તો આરોપી નકુલ સોની દ્વારા યુવતીને નવરાત્રિમાં સાથે આવવાની રજૂઆત કરાઈ હતી, ત્યારે તે ગરબા રમવા માટે ગઈ હતી અને વધુ ગાઢ પરિચાર થયો હતો.

આ બાદ મિત્રો સાથે દીવ ફરવા માટે ગયા હતા ત્યારે નકુલે યુવતીને શારિરિક અડલપા કર્યા હતા, ત્યાં પણ યુવતી રડવા લાગતા નકુલ સોની દ્વારા માફી માંગીને વાત પૂરી કરાઈ હતી. ત્યાર બાદ નકુલ સોનીનો જન્મ દિવસ આવતો હોવાથી મિત્રો દ્વારા જન્મ દિવસની ઉજવણી માટે યુવતીના પીજીના મકાનમાં ભેગા થયા હતા. ત્યારે આરોપી નકુલ સોનીએ શારીરિક સંબંધ ની માંગણી કરી હતી. પણ યુવતીએ ઈનકાર કરતા નકુલ સોનીએ કહ્યું હતું કે, જન્મ દિવસની ભેટ સમજીને શારીરિક સંબંધ બાંધે.

ત્યારે નકુલ સોનીએ લગ્ન કરવા ની પણ લાલચ આપી હતી ત્યાર બાદ ફરી એક વાર નકુલ સોનીએ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આમ બે વાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ નકુલ સોનીએ યુવતી ફૅશન ડિઝાઇનર હોવાના કારણે બંને સાથે ધંધો શરૂ કરશે, જેના બદલામાં ટુકેડે ટુકડે 2 લાખ થી વધુની રકમ પણ પડાવી હતી.

ત્યાર બાદ થોડાક જ સમયમાં આરોપી નકુલ સોની દ્વારા નાની નાની વાતમાં ઝગડા કરવાની શરૂઆત કરી હતી અને લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારે યુવતીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા અને પ્રેમી આરોપી નકુલ સામે ફરિયાદ નોંધાવતા ઘાટલોડિયા પોલીસે ફરિયાદ નોંધાવી હતી.


Related Posts

Load more