અમદાવાદ : માતા-પિતા બાળકોને આજથી અપાવી શકશે કાંકરિયા કાર્નિવલની મજા, આ કાર્યક્રમો રહેશે મુખ્ય આકર્ષણ

By: nationgujarat
25 Dec, 2023

અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલ શરુ થવા જઇ રહ્યો છે. 25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલમાં અલગ અલગ ભવ્ય કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. હાલમાં બાળકોનું ક્રિસમસનું વેકેશન ચાલી રહ્યુ છે, ત્યારે આ કાર્યક્રમો બાળકોને મજા અપાવશે. બાળકો અને મોટાઓ માટે અહીં સ્

આ વખતે વસુધૈવ કુટુમ્બકમ-એક ધરતી એક પરિવારની થીમ પર કાર્નિવલ યોજવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મુકશે. આ સાથે જ મુખ્યપ્રધાન અમદાવાદને 154 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. કાંકરિયા કાર્નિવલમાં 3 ભવ્ય સ્ટેજ બનાવાશે.

જેના પર ગરબા, ઘુમ્મર, ભાંગડા, બિહૂ, લાવણી અને કથલકી સહિતના કાર્યક્રમ યોજાશે. સાથે જ લોક ડાયરો, બોલીવુડ ફ્યુઝન, દિવ્યાંગ બાળકોનાં ગીત અને શાળાના બાળકોના ડાંસ પર્ફોમન્સ પણ રજૂ કરશે. વિકસિત ભારતની થીમ પર કરાશે લેસર શોનું પણ આયોજન કરવામાં આવશે. આ વર્ષે ધનુષ થીમ આધારિત પ્રવેશ દ્વાર અને ચંદ્રયાન-3ની થીમ આધારિત સેલ્ફી પૉઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે.

કાંકરિયા કાર્નિવલમાં આ કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર

કાંકરિયા કાર્નિવલમાં રોજ રાતે ‘વિકસિત ભારત સંકલ્પ’ થીમ આધારિત લેસર શો યોજાશે.અમદાવાદીઓ દરરોજ યોગા, એરોબિક્સ, ઝુમ્બાનો લાભ લઈ શકશે. સાથે જ કાંકરિયા કાર્નિવલમાં ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શૉ અને ડોગ શૉનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. લાઈવ કેરેક્ટર્સ દ્વારા મુલાકાતીઓનું મનોરંજન કરવામાં આવશે. અહીં નાના બાળકો લાઈવ કેરેક્ટર્સ સાથે ફોટો પડાવવાની મજા માણી શકશે. ડિફરન્ટલી એબલ્ડ બાળકો દ્વારા ટ્રાયસિકલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

સેવાકીય કાર્યક્રમોનું પણ આયોજન

કાર્નિવલમાં સેવાકીય કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. તમામ દિવસ બ્લડ ડોનેશન કેમ્પ, ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે.તો સાથે જ કાંકરિયા પરિસરમાં જુદા-જુદા સ્થળોએ મેડિકલ ટીમ, મેડિકલ વાનની વ્યવસ્થા કરવામાં આવી છે. જો બાળકો ખોવાઇ જાય તો બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અલગ અલગ જગ્યાઓ પર CCTV કેમેરા, કંટ્રોલ રૂમ, જરૂરી પોલીસ સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ ખડેપગે રાખવામાં આવ્યો છે.

બાળકો અહીં કિડ્ઝ સિટી, ટૉય ટ્રેન, ઝૂ, બાલવાટિકા, બટરફ્લાય ગાર્ડન, નગીનાવાડી, મ્યૂઝીકલ ફાઉન્ટેન, હોરર હાઉસ, ગેમિંગ ઝોન, ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અને ફીશ એક્વેરિયમની પણ મજા માણી શકાશે

વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

આ ઉપરાંત કાર્નિવલ દરમિયાન શહેરીજનોના મનોરંજન માટે અલગ-અલગ દિવસે કિર્તીદાન ગઢવી, મિરાંદે શાહ, બંકિમ પાઠક, શાહબુદ્ધીન રાઠોડ, પાર્થ ઓઝા, દિવ્યા ચૌધરી, જીતુભાઈ દ્વારકાવાળા સહિતના કલાકારો દ્વારા ડાયરો, હિન્દી-ગુજરાતી પ્લેબેક સંગીત, સુફી ગઝલ, હાસ્ય દરબાર સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે.

શિયલ સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યા છે.


Related Posts

Load more