કોહલીએ સદી ફટકાર્યા બાદ વેડિંગ રિંગને કિસ કરી

By: nationgujarat
22 Jul, 2023

વેસ્ટઈન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં છે. બીજા દિવસની રમત પૂરી થવા સુધી ભારતે 352 રનની લીડ બનાવી લીધી છે. બીજા દિવસે ભારત તરફથી વિરાટ કોહલીએ સદી ફટકારી, તેણે પોતાની વેડિંગ રિંગને કિસ કરી અને દર્શકોને નમન કરીને સદીની ઉજવણી કરી હતી. અલઝારી જોસેફના ડાયરેક્ટ હિટને કારણે તે તેની ટેસ્ટ કારકિર્દીમાં ત્રીજી વખત રનઆઉટ થયો હતો.

કોહલી સિવાય ભારત તરફથી વધુ 4 બેટ્સમેને ફિફ્ટી ફટકારી હતી. રવીન્દ્ર જાડેજાએ બીજા દિવસની રમતમાં ફિફ્ટી ફટકાર્યા બાદ પોતાના ટ્રેડિશનલ સોર્ડની ઉજવણી કરી હતી. આગળની સ્ટોરીમાં આપણે ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેનમાં બીજા દિવસની આવી ટોપ મોમેન્ટ્સ જાણીશું.

1. સદી બાદ કોહલી વેડિંગ રિંગને કિસ કરતો જોવા મળ્યો હતો
ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 76મી સદી ફટકારી હતી. સદી ફટકાર્યા બાદ તે વેડિંગ રિંગને કિસ કરતો જોવા મળ્યો હતો. વેડિંગ રૂમને કિસ કરવાની સાથે તે દર્શકોની સામે માથું નમાવીને સેલિબ્રેશન કરતો જોવા મળ્યો હતો.

વિરાટે 55 મહિના બાદ વિદેશી ધરતી પર ટેસ્ટ સદી ફટકારી હતી. તેણે વિદેશમાં તેની છેલ્લી ટેસ્ટ સદી ડિસેમ્બર 2018માં ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં ફટકારી હતી.


Related Posts