મહેસાણા: મહેસાણાના વડનગર તાલુકામાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર શરૂ થયું છે. આ કેન્દ્રમાં અનેક ખેડૂતોએ ભાગ લીધો હતો અને તેમનાં ઉત્પાદનો મૂક્યા હતા. વેચાણ માટે આમળા, ફિંડલા, વિવિધ પ્રકારનાં જ્યુસ, શાકભાજી, મગફળીનું તેલ સહિત ફળના 200 કિલો જેટલા ઉત્પાદનો ઉપલબ્ધ કરાવાયા હતા.પ્રાકૃતિક કૃષિ અભિયાન હેઠળ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સારી કિંમત અને ગ્રાહકોને ઉત્તમ અને વ્યાજબી ભાવે અનાજ, ફળફળાદી અને પ્રાકૃતિક ઉત્પાદનો મળે તે માટે અલગ અલગ તાલુકાઓમાં વેચાણ કેન્દ્ર શરૂ કરાયા છે. હવે બધા તાલુકાઓ બાદ વડનગર તાલુકામાં પણ આ વેચાણ કેન્દ્ર શરૂ થયું છે.મહેસાણા જિલ્લાના વડનગરમાં પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. “આત્મા” પ્રોજેક્ટ દ્વારા તાલુકા પંચાયત વડનગર ખાતે શરૂ કરાયેલી આ કેન્દ્રમાં સ્થાનિક લોકોની સારી પ્રતિસાદ મળી હતી.
વડનગર તાલુકાના પ્રાકૃતિક કૃષિ કરનારા ખેડૂતોના વિવિધ ખેત પેદાશો, જેમ કે શાકભાજી, અનાજ, ફળ, તરબૂચ, ડુંગળી, કેરી, સિંગતેલ, તેમજ આમળા, ફીંડલા અને વિવિધ પ્રકારના જ્યુસનું વેચાણ કરવામાં આવ્યું છે. સૌથી વધુ 150 કિલો તરબૂચનું વેચાણ થયું હતું. આ ઉપરાંત ગવાર, કાચી કેરી, સિંગતેલ, ડુંગળી અને સૂકી તુવેરનો પણ વેચાણ કરવામાં આવ્યો.