અમદાવાદના એસીજ હાઇવે પર અગાઇ થયેલા અકસ્માતને (accident) જોવા માટે ઉભારેલા લોકોને સ્પીડમાં આવતી કારે અડફેટે લીધા જેમાં 9ના મોત થયા છે.આ અકસ્માત (accident) અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે. જેમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનું મોત થયું છે. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં (accident) રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દૃશ્ય સર્જાય છે તેમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછવા અમદાવાદ આવ્યા છે. હોસ્પિટલોમાં મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા. સહાયને લઈને પરિવારજનોએ મંત્રીને બે હાથ જોડ્યા હતા અને કહ્યું હતું કે, પૈસાની તાણ નથી. અમે સરકારને 8 લાખ આપીએ. જો કે, પોલીસે આરોપી તથ્ય પટેલ, તેના પિતા પજ્ઞેશ પટેલ, 3 યુવતી સહિત 6ની અટકાયત કરી છે.
આર એન્ડ બીએ સીસીટીવી કેમેરાની જવાબદારી ન લીધી
ટ્રાફિક જેસીપીએ જણાવ્યું હતું કે, એસજી હાઈવેના સીસીટીવી કેમેરા કેટલાય મહિનાઓથી બંધ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને સંખ્યાબંધ રજૂઆત કરી હતી. પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આર એન્ડ બીની જવાબદારી હોવાનું કહ્યું હતું. પણ આર એન્ડ બીએ પણ સીસીટીવી કેમેરાની જવાબદારી ન લીધી. સંખ્યાબંધ રજુઆત છતાં સીસીટીવી કેમેરા ચાલુ ન થયા. ભવિષ્યમાં પણ કેમેરા બંધ રહે અને કોઈ બનાવ બને તો તે અંગે કોઈ જવાબદાર નહીં રહે.