ભારતમાં રતમ ગમત ની વાત આવે એટેલ લોકોને ફકત ક્રિકેટ યાદ આવે પણ આ સિવાય હવે ઘમી બધી એવી રમત છે કે હવે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પણ રમાઇ રહી છે. ગુજરાતની ખિલાડીઓને હવે ક્રિકેટ સિવાયની રમતમાં રસ વધ્યો છે અને આપણા ગુજ્જુ ખિલાડીઓ વિદેશમાં સ્પર્ઘામાં ભાગ લેઇ ગુજરાતની ગૌરવ વધારી રહ્યા છે. રાયફલ શૂટિંગ ની રમતની વાત આવે તો ભલભલાના નિશાના ચૂકી જાય છે પરંતુ મહેસાણાના એક યુવાને રાયફલ શૂટિંગ સ્પર્ધામાં કાઠું કાઢી સમગ્ર ભારતમાં જ નહિ પણ વિદેશમાં પણ મહેસાણા નું નામ રોશન કર્યું છે
રાયફલ શૂટિંગ માં નામ આવે તેવા આંગળીના ટેરવે ગણી શકાય તેવા નામ ભારતમાં આવશે પરંતુ ઓપન કેટેગરીમાં જીત હાંસલ કરવી હોય તો લોઢાના ચણા ચાવવા બરોબર છે પરંતુ તેમાં પણ ગોલ્ડ મેડલ મેળવવો હોય તેવો પ્રથમ કિસ્સો મહેસાણામાં બન્યો છે જેમાં રાયફલ શૂટિંગમાં એક મહેસાણાના યુવાને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
મહેસાણાના આ યુવાનની જીતથી આજે ભારત દેશની સાથે મહેસાણા જિલ્લાનું નામ ઇન્ટરનેશનલ લેવલે ગુજયું છે .. ગત તારીખ 07-02-2025 ના રોજ ઈસ્ટોનિયામાં અલગ અલગ દેશોના ખેલાડીયો એ રાયફલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં મહેસાણા જિલ્લાની રક્ષક શૂટિંગ ક્લબ માંથી આદિત્યસિંઘ શેખાવતે ભાગ લીધો હતો આંતરરાષ્ટ્રીય સ્તર પર ISFF રાયફલ ટુર્નામેન્ટ માં સ્વર્ણ પદક હાસિલ કર્યું હતું ex ARMY તેજસભાઈ પટેલે એ આદિત્યસિંઘ શેખાવત માટે ખૂબ મહેનત કરી હતી .. જે પગલે આદિત્યસિંઘ શેખાવત આજે ગોલ્ડ મેડલ મહેસાણા માટે લાવ્યા છે ..
જિલ્લા લેવલ થી માંડી ને ઈન્ટરેસ્ટનેશનલ લેવલ સુધી અંદાજિત 200 જેટલા મેડલ અત્યાર સુધી માં મહેસાણા એ હાસિલ કરેલ છે જ્યારે નિવૃત આર્મી મેન ના પ્રયાસ થકી મહેસાણા જિલ્લાના નામ ઓલમ્પિક લેવલે લખાય એ માટે ન પ્રયાસ હાલ માં થઈ રહ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે .. પરંતુ એ વાત પાકી છે કે હાલમાં તો એક ગોલ્ડ શૂટિંગમાં નિશાન તાકી ને આવ્યું છે ..