Related Posts

આજ રોજ મણિનગર ગાદી સંસ્થાન દ્વારા લાભપાંચમ ના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાન ને અન્નકૂટ ધરાવાયો.
મણિનગર ગાદી સંસ્થાન ના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમપૂજ્ય શ્રી જીતેન્દ્રપ્રિય દાસજી મહારાજ ના આશિર્વદ થી મણિનગર માં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્યતા અને દિવ્યતા સભર મહાઅન્નકૂટ શ્રી સ્વામિનારાયણ ભગવાન ને 225 કરતાં વધુ ભક્ષ્ય, ભોજય,લેહ્ય અને ચોસ્ય વાનગીઓનો ધરાવવામાં આવ્યો હતો. મહંત સદ્દગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ અન્નકૂટ આરતી ઉતારી હતી. આ પ્રસંગનો દેશોદેશના હરિભક્તોએ ઉલ્લાસભેર લ્હાવો લીધો હતો.
મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી