21 નવેમ્બરથી 27 માર્ચ, 2027 ગુજરાતમાં અનોખો મ્યુઝિક ફેસ્ટિવલ

By: Nation Gujarat Team
13 Nov, 2026

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ બેન્ડ ‘કોલ્ડ પ્લે’નો ભવ્ય કોન્સર્ટ યોજાયો હતો. જેણે ગુજરાતના એન્ટરટેઇનમેન્ટ જગતમાં એક નવો ઈતિહાસ રચ્યો હતો. નવેમ્બર મહિનાના અંતથી મોટેરા સ્થિત દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ગિફ્ટ સિટી અને શહેરની જાણીતી ક્લબોમાં દેશ-વિદેશના ટોચના સિંગર્સ અને આર્ટિસ્ટ્સ બેક-ટુ-બેક લાઈવ પર્ફોર્મન્સ આપવાના છે. મ્યુઝિક લવર્સ માટે તો આગામી ચાર મહિના કોઈ મ્યુઝિક ફેસ્ટિવલથી કમ નહીં હોય.

21 નવેમ્બર, 2026ના રોજ પંજાબી સિંગર અને સુપરસ્ટાર દિલજીત દોસાંઝ પોતાની ‘રૂપે ઓરા ઈન્ડિયા ટૂર’ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ કરી અમદાવાદમાં યોજાનારી મ્યુઝિકલ ઈવેન્ટ્સનું બ્યુગલ ફૂંકશે. જોકે, આ કોન્સર્ટનો રંગ ઉતરે તે પહેલાં જ બીજા દિવસે એટલે કે 22 નવેમ્બરે શહેરમાં ડબલ ધમાકો થશે. એક તરફ રાજપથ ક્લબમાં પાપોન તો બીજી તરફ સવાના પાર્ટી લોનમાં ગુજરાતના જ હાર્ટથ્રોબ દર્શન રાવલ પોતાની ‘લવ લેટર્સ ઈન્ડિયા ટૂર’થી યુવા હૈયાઓને ડોલાવશે.

ડિસેમ્બરની ગુલાબી ઠંડીમાં સંગીતની ગરમાહટ ઉમેરવા ગુજરાતની શાન એવી સચિન-જીગરની જોડી 5 ડિસેમ્બરે વિવેન્ઝા ખાતે સ્ટેજ ગજવશે. ત્યારબાદ 21 ડિસેમ્બરે બોલિવૂડના સુરીલા બાદશાહ સોનુ નિગમ ગિફ્ટ સિટીના આધુનિક માહોલમાં પોતાના મખમલી અવાજનો જાદુ પાથરીને વર્ષ 2026ને એક શાનદાર વિદાય આપશે.

નવું વર્ષ 2027 પણ મ્યુઝિક લવર્સ માટે કંઈ ખાલી જવાનું નથી. 9 જાન્યુઆરીએ યુવાનોના દિલની ધડકન એવા સિંગર અરિજીત સિંહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પોતાના રોમેન્ટિક અને ઈમોશનલ અવાજથી લાખો ચાહકોને મંત્રમુગ્ધ કરશે. ત્યારબાદ 27 ફેબ્રુઆરીના સુપ્રસિદ્ધ સિંગર શ્રેયા ઘોષાલ શંકુઝ ફાર્મ ખાતે પોતાના સૂરોની વર્ષા કરશે.

જ્યારે 27 માર્ચ, 2027ના રોજ ઓસ્કાર વિજેતા લિજેન્ડરી સિંગર એ.આર. રહેમાન પોતાની ‘ધ વન્ડરમેન્ટ ટૂર લાઈવ’ અંતર્ગત ગિફ્ટ સિટીમાં એક એવો માહોલ ઊભો કરશે જે ગુજરાતીઓ વર્ષો સુધી નહીં ભૂલી શકે.

21 તારીખે દિલજીત દોસાંઝ  – નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

22  તારીખે પાપોન – રાજપથ ક્લબ

22 તારીખે દર્શન રલાવલ – સવાન પાર્ટી પ્લોટ

5 ડિસેમ્બર સચિન અને જીગર – વિવેન્ઝા

21 ડિસેમ્બરે સોનુ નિગમ – ગિફટ સિટી

9 જાન્યુઆરી અરજીત સિંહ – નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

27 ફેબ્રુઆરી – શ્રેયા ઘોષ।લ – શંકુઝ ફાર્મ

 

 


Related Posts

Load more
Follow Us

Live Cricket Score