New Zealand Test Team vs India: ન્યૂઝીલેન્ડે ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે પોતાની ટીમ જાહેર કરી છે. ન્યૂઝીલેન્ડે 19 નવેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે ટોમ લાથમને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. નોંધનીય છે કે આ ટીમમાં ઈજાને કારણે બહાર રહેલા ત્રણ ખેલાડીઓની વાપસી પણ થઈ રહી છે. ન્યૂઝીલેન્ડની ટેસ્ટ ટીમમાં મોટાભાગે એ જ ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમણે આ વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ટેસ્ટ શ્રેણીમાં રમ્યા હતા. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ શ્રેણીનું આયોજન છે.
આ ત્રણ ખેલાડીઓની ઈજામાંથી વાપસી
રચિન રવિન્દ્ર, ટોમ બ્લંડલ અને ડેવોન કોનવે ઈજામાંથી ભારત સામે ન્યૂઝીલેન્ડની ટેસ્ટ ટીમમાં વાપસી કરી રહ્યા છે. રચિનને ખભામાં ઈજા થઈ હતી, બ્લંડલને ક્વાડ્રિસેપ્સમાં ઈજા થઈ હતી જ્યારે ડેવોન કોનવેને ત્રીજી વનડે પહેલા ઈજા થઈ હતી. જોકે, ટીમમાં પસંદગી થયા પછી આ ત્રણ ખેલાડીઓ હવે પ્રથમ ટેસ્ટમાં રમવાની અપેક્ષા છે.
ન્યૂઝીલેન્ડની ટેસ્ટ ટીમ લગભગ આ વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમ જેવી જ દેખાય છે. ટીમમાં ફક્ત જેક ફોક્સ, બેન સીયર્સ અને વિલ ઓ રાઉર્કની ગેરહાજરી છે. આ ત્રણ ખેલાડીઓની બાદબાકીનું કારણ ઈજાઓ છે. જેકબ ડફીને ભારત સામેની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
2024 પછી ભારત-ન્યૂઝીલેન્ડની પ્રથમ ટેસ્ટ સીરિઝ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી વેલિંગ્ટનમાં શરૂ થશે, બીજી મેચ ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. 2024 પછી આ ભારતની પ્રથમ ટેસ્ટ સીરિઝ છે. 2024માં ન્યૂઝીલેન્ડે ભારતનો પ્રવાસ કર્યો હતો, જેમાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરીને ઇતિહાસ રચ્યો હતો. હવે ભારત પાસે તે હારનો બદલો લેવાની તક હશે.
ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમ વિરુદ્ધ ભારત
ટોમ લાથમ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, ડેવોન કોનવે, ટોમ બ્લંડલ, જેકબ ડફી, મેટ હેનરી, કાયલ જેમિસન, ડેરિલ મિશેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, નાથન સ્મિથ, બ્લેર ટિકનર, વિલ યંગ.