અવારનવાર લિફ્ટ સંબંધિત ઘટનાઓ સામે આવતી રહી છે. ક્યાંય લિફ્ટ બંધ થઈ ગઈ અને લોકો ફસાઈ ગયા તો ક્યાંક લિફ્ટમાં કોઈ આવી ગયું અને જીવ મુશ્કેલીમાં મૂકાયો કે જીવ ગયો. એક ચોંકાવનારી માહિતી સામે આવી છે જે ખુબ જ આઘાતનજક છે. રાજ્યમાં હજારો લિફ્ટ લાયસન્સ રીન્યુ કરાવ્યા વગર ચાલુ છે, જેમાં માત્ર અમદાવાદમાં જ હજારો લિફ્ટ લાયસન્સ વગર ચાલી રહી છે. આવા મામલે ફક્ત નોટિસો આપીને સંતોષ મનાઈ રહ્યો છે પરંતુ કોઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. ત્યારે શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે?
માત્ર લિફ્ટ જ નહીં, પરંતુ રાજ્યમાં અંદાજે 90 ટકા એસ્કેલેટરના લાયસન્સ પણ રીન્યુ થયા નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા કાગળ પર નોટિસો અપાય છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કે દંડ કરવામાં આવતો નથી.
મેન્ટેનન્સના અભાવે અને સમયસર લાયસન્સ રીન્યુ ન થવાને કારણે સામાન્ય જનતાનો જીવ જોખમમાં મુકાયો છે.
આવા કેસોમાં જો સમયસર કડક પગલાં નહીં ભરાય, તો આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તેથી જવાબદાર તંત્ર અને બિલ્ડિંગ માલિકોએ વહેલી તકે સુરક્ષાના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.
28 સપ્ટેમ્બર, 2026 — અમદાવાદના નારોલમાં બાળકનું મોત
શાંતિ શુક્ર સોસાયટીમાં 12 વર્ષના બાળકનું માથું લિફ્ટ અને લોખંડના દરવાજા વચ્ચે ફસાઈ જતાં મોત થયું હતું. અહેવાલ મુજબ બાળક ટ્યુશન જવા નીકળ્યો હતો
17 જુલાઈ, 2026 — અમદાવાદની એલ.જી. હોસ્પિટલની બાંધકામ સાઇટ
બાંધકામ હેઠળની હોસ્પિટલમાં નવમા માળે લિફ્ટમાં સામાન ચઢાવતી વખતે કેબલ તૂટતાં 28 વર્ષીય શ્રમિક શ્યામ ગોરધન માળીનું નીચે પટકાતાં મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં લિફ્ટના કંટ્રોલ પેનલમાં ખામી હોવાની શક્યતા દર્શાવાઈ હતી
14 એપ્રિલ, 2026 — વાપીની નિર્મલ સોસાયટીમાં વૃદ્ધનું મોત
લિફ્ટની કેબિન હાજર ન હોવા છતાં દરવાજો ખૂલી જતાં વૃદ્ધ માળી લિફ્ટ શાફ્ટમાં પડી ગયા હતા. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી