પનીર બાદ હવે ઘી પર પણ મોટું એક્શન: આ રાજ્યએ નકલી ઘીના વેચાણ પર લગાવ્યો 1 વર્ષનો બેન

By: Nation Gujarat Team
29 Aug, 2026

ઘીમાં મિલાવટ સામે મોટું પગલું, હરિયાણામાં 1 વર્ષ માટે આ ઉત્પાદનોના વેચાણ પર રોક

ખાવા-પીવાની ચીજોમાં થતી મિશ્રણખોરી (મિલાવટ) અને ગ્રાહકોને ગુમરાહ કરતી લોભામણી જાહેરાતો સામે હરિયાણા સરકારે એક અત્યંત કડક અને મોટો નિર્ણય લીધો છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા અને લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે રાજ્ય સરકારે એવા તમામ ઉત્પાદનોના ઉત્પાદન, સંગ્રહ (સ્ટોરેજ), વેચાણ અને સપ્લાય પર 1 વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે જે ઘીના નામે વેચાય છે પરંતુ સત્તાવાર ગુણવત્તાના ધોરણો પર ખરા ઊતરતા નથી.

આ આદેશ સમગ્ર હરિયાણા રાજ્યમાં તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. રાજ્યના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ (ખાદ્ય સુરક્ષા વિભાગ) દ્વારા છેલ્લા કેટલાક સમયથી મિલાવટી ખાદ્યપદાર્થો સામે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. તેવામાં ગ્રાહકોને ‘ઘી’ના નામે છેતરીને વેચવામાં આવતા નકલી અને બિન-ડેરી પ્રોડક્ટ્સ પર રોક લગાવવા માટે આ કડક આદેશ બહાર પાડવામાં આવ્યો છે

કયા-કયા ઉત્પાદનો પર લાગુ થશે આ પ્રતિબંધ?

હરિયાણા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ, એવા તમામ પ્રોડક્ટ્સ જે ઘીના નામે બજારમાં પ્રમોટ કે વેચવામાં આવે છે, પરંતુ તે નિર્ધારિત કેમિકલ અને ન્યુટ્રિશનલ ધોરણોને પૂર્ણ કરતા નથી, તેના પર કડક રોક રહેશે.

  • પૂજા અને ધાર્મિક કાર્યો માટેનું ઘી: ‘ઘી ફોર પૂજા’ (Ghee for Puja), ‘ઘી ફોર દીયા’ (Ghee for Diya) કે ‘ઘી ફોર હવન’.

  • અન્ય નામો: ‘વનસ્પતિ ઘી’, ‘કૂકિંગ ઘી’ અને ‘ટેબલ ઘી’.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે પૂજા કે દીવા પ્રગટાવવાના નામે પણ કોઈપણ કંપની કે વેપારી ગુણવત્તા વગરના કે વેજીટેબલ ઓઈલમાંથી બનેલા તેલ/ચરબીને ‘ઘી’ શબ્દનો ઉપયોગ કરીને બજારમાં વેચી શકશે નહીં. જો કોઈ આવા નામે વેચાણ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

શું અસલી ઘીના વેચાણ પર પણ રોક લાગી છે?

સરકારના આ નિર્ણયને લઈને લોકોમાં કોઈ અફવા કે ગેરસમજ ન ફેલાય તે માટે આદેશમાં એક મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ બેન અસલી કે શુદ્ધ ઘી પર લાગુ પડતો નથી.

જે ઘી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના તમામ ગુણવત્તા અને શુદ્ધતાના માપદંડોને પૂર્ણ કરે છે, તેનું વેચાણ પહેલાની જેમ જ સામાન્ય રીતે ચાલુ રહેશે. ટૂંકમાં, દૂધના ફેટ (Milk Fat) માંથી બનેલા શુદ્ધ ડેરી ઘી પર કોઈ પ્રતિબંધ નથી, માત્ર મિશ્રિત અને ગ્રાહકોને ભ્રમિત કરતા ‘ઘી એનાલોગ’ (Ghee Analogues) પર જ રોક લગાવવામાં આવી છે.

આ કડક આદેશ ક્યારથી અને ક્યાં સુધી લાગુ રહેશે?

હરિયાણાના ખાદ્ય સુરક્ષા કમિશનર ડૉ. મનોજ કુમાર દ્વારા આ ક્રાંતિકારી આદેશ જાહેર કરવામાં આવ્યો છે.


Related Posts

Load more