વડતાલ પોલીસે 7 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, બે સામે ગુનો નોંધાયો

By: Nation Gujarat Team
24 Aug, 2026

ખેડા જિલ્લામાં દારૂબંધીના કડક અમલવારીના ભાગરૂપે વડતાલ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદે રાખવામાં આવેલો રૂ. 7 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો કબ્જે કર્યો છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

1522 બોટલો સહિત 7.02 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

પોલીસ દરોડા દરમિયાન રોયલ સ્ટેગ બ્રાન્ડની 266 બોટલો સહિત કુલ 1522 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી કુલ 702096 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુખ્ય બે આરોપીઓ પોલીસ પકડથી દૂર, તપાસ તેજ

આ સમગ્ર મામલે દારૂનો જથ્થો મંગાવનાર ધર્મેન્દ્ર ઉર્ફે ચકામામા મગનભાઈ પરમાર (રહે. ધોળીકુઈ, વડતાલ) અને દારૂનો પુરવઠો પૂરો પાડનાર કમલેશ હસમુખભાઈ પરમાર (રહે. ઉત્તરસંડા) નામના બંને આરોપીઓ હાલ પોલીસ પકડથી ફરાર થઈ ગયા છે. વડતાલ પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્ર ગતિમાન કર્યા છે.


Related Posts

Load more