ટેસ્ટ ક્રિકેટમાં ભારતના ખરાબ પ્રદર્શન માટે મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ઘણીવાર ટીકા કરવામાં આવેીછે. ભારતે 2024 માં ન્યુઝીલેન્ડ સામે ઘરેલુ મેદાન પર ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી ગુમાવી હતી, જેનાથી ઘરઆંગણે ભારતનું શાસન સમાપ્ત થયું હતું. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાએ ઘરઆંગણે ભારતને 0-2 થી હરાવ્યું હતું. આ હારથી ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પહોંચવાની આશાઓને મોટો ફટકો પડ્યો છે. જોકે, કોલંબોમાં શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ પહેલા ગૌતમ ગંભીરે પોતાના ટીકાકારોને જવાબ આપ્યો છે.
શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે 165 રનની વ્યાપક જીત મેળવી. આ જીત સાથે, ટીમ ઇન્ડિયાએ બે મેચની શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. શ્રેણીની આગામી મેચ કોલંબોમાં રમાશે, અને ભારતીય ટીમ આ મેચ પણ જીતીને યજમાન ટીમને વ્હાઇટવોશ કરવાનો પ્રયાસ કરશે.બીજી ટેસ્ટ પહેલા, ગંભીરે પોતાના ટીકાકારોને જવાબ આપતા કહ્યું કે તેમનું કામ ટ્રોફી જીતવાનું છે, વ્યૂઝ અને લાઈક્સ નહીં. “મારું કામ ટ્રોફી જીતવાનું છે, વ્યૂઝ અને લાઈક્સ નહીં. મને ફક્ત આ જ વાતની ચિંતા છે અને હું ફક્ત આમાં જ વિશ્વાસ રાખું છું,”
ટેસ્ટ ક્રિકેટમાં સતત ખરાબ પ્રદર્શન થઇ રહ્યુ છે તેના સવાલના જવાબમાં કહ્યુ કે, ટીમ ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન કરી રહી છે તેમ કહેવુ યોગ્ય નથી. રેંકિંગ એટલે કે નંબર પર જ ફોકસ કરવું જરૂરી નથી. ટીમ બદલાવાના સમયમાંથી પસાર થઇ રહી છે. અમે ઇંગ્લેન્ડ પછી સારૂ પ્રદર્શન કરી રહ્યા છીએ. બીજી ટેસ્ટમાં પણ અમે સારુ બોલિંગ ડિપાર્ટમેન્ટ ને જ મેદાનમાં ઉતારીશું કુલદિપ સારો બોલર છે તેનુ પ્રદર્શન બીજી ટેસ્ટમાં વધુ સારા થાય તેવી આશા વ્યકત કરી તેમજ સાથે સુથાર અને પડિકલના સારા પ્રદર્શનથી ટીમમાં મજબૂતાઇ આવી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.