આજે 12 ઓગસ્ટના દિવસે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. ત્યારે શું આ ગ્રહણ ભારતમાં જોવા મળશે? તેની અસર તમામ રાશિઓ પર કેવી રહેશે? તમને જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણ ભારતીય સમય મુજબ 12 ઓગસ્ટની રાતે 9.04 કલાકે શરૂ થશે અને ગ્રહણનો સમય રાતનો હોવાના કારણે તે ભારતમાં જોવા મળશે નહીં.
ભારતમાં સૂતકકાળ માન્ય નથી
ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે તેનો સૂતક કાળ પણ ભારતમાં માન્ય ગણાશે નહીં. રોજબરોજના કે ધાર્મિક, શુભ કાર્યો ઉપર પણ તેનો કોઈ વિશેષ પ્રભાવ ગણવામાં નહીં આવે. આવામાં ગ્રહણને લઈને કોઈ પણ પ્રકારની ચિંતા કે ભ્રમની જરૂર નથી. આ બધા વચ્ચે ગ્રહણની અસર રાશિઓ પર કેવી રહેશે તે જોઈએ.
ભારતમાં સૂતકકાળ માન્ય નથી
ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે તેનો સૂતક કાળ પણ ભારતમાં માન્ય ગણાશે નહીં. રોજબરોજના કે ધાર્મિક, શુભ કાર્યો ઉપર પણ તેનો કોઈ વિશેષ પ્રભાવ ગણવામાં નહીં આવે. આવામાં ગ્રહણને લઈને કોઈ પણ પ્રકારની ચિંતા કે ભ્રમની જરૂર નથી. આ બધા વચ્ચે ગ્રહણની અસર રાશિઓ પર કેવી રહેશે તે જોઈએ.
વૃષભ રાશિ
તમને સ્થિરતા ગમે છે અને તમારો આ જ સ્વભાવ તમારી તાકાત બનશે. ઘર કે પરિવારનો કોઈ જૂનો મામલો જે ઘણા સમયથી ખેંચાઈ રહ્યો હતો કે ખુલીને વાતચીત કરવાથી ઉકેલાઈ શકે છે. કામમાં તમારી વ્યવહારિક સોચ તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે. ખર્ચા પર ધ્યાન રાખવું. નહીં તો બિનજરૂરી ખર્ચામાં નાણા વેડફાઈ શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિવાળાને વાતચીત અને સંવાદની કળા ખુબ કામ લાગશે. કોઈ જૂના સંપર્કથી એવી જાણકારી કે તક મળી શકે છે જેની તમે ક્યારેય અપેક્ષા નહીં રાખી હોય. કામના મામલે નાની મોટી યાત્રા કે મુલાકાત આગળ જઈને ફાયદો કરાવી શકે છે. સંબંધોમાં પણ અંદાજો લગાવવાની જગ્યાએ સીધી વાત કરવી સારી. નહીં તો ગેરસમજ થઈ શકે.
કર્ક રાશિ
કર્ક રાશિવાળાનું ઘર પરિવાર અને તેમના માટે મહત્વના હોય એવા માણસો પ્રત્યે વધુ ધ્યાન રહેશે. કોઈ જૂની આદત કે સોચ તમને એ મહેસૂસ કરાવી શકે છે કે હવે કઈક બદલવાનો સમય આવી ગયો છે. આ અહેસાસ થોડો અસહજ જરૂર થઈ શકે છે પરંતુ આગળ વધવા માટે જરૂરી છે. અંગત જીવનમાં કોઈ વાતને લઈને મનની ગૂંચવણ ઓછી થશે.
સિંહ રાશિ
આજે સામે આવવાની જગ્યાએ પડદા પાછળની તૈયારી જરૂરી છે. દરેક ઉપલબ્ધિ કે યોજના તરત બધાની સાથે શેર કરવી જોઈએ નહીં કેટલીક ચીજનો યોગ્ય સમયે જાહેર કરવી યોગ્ય છે. કાર્યક્ષેત્રે કોઈ વરિષ્ઠ વ્યક્તિ કે પ્રભાવશાળી વ્યક્તિ સાથે વાતચીત આગળ તમારા માટે નવો રસ્તો ખોલી શકે છે. તમારા માટે પણ સમય જરૂરી કાઢવો.
કન્યા રાશિ
આજે તમને જૂના સંબંધો અને સંપર્ક કામ લાગી શકે છે. કોઈ મિત્ર કે જૂના સહયોગી પાસેથી મળેલી જાણકારી તમને આવનારા દિવસોમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. પરંતુ કોઈની સલાહ પર પૈસા સંબંધિત નિર્ણય લેતા પહેલા તમારી રીતે બધી તપાસ કરી લેવી. ચીજોને બારીકાઈથી સમજવી એ તમારી તાકાત છે અને આજે તેનો ફાયદો થશે.
તુલા રાશિ
કરિયરની રીતે આજનો દિવસ મહત્વપૂર્ણ રહી શકે છે. કોઈ નિર્ણયને લઈને અનેક દિવસોથી ચાલતી દુવિધા હવે ધીરે ધીરે સાફ થશે. કાર્યક્ષેત્રે વરિષ્ઠોની અપેક્ષાઓને સમજશો તો ચીજો તમારા પક્ષમાં રહેશે. ઘર અને કામ વચ્ચે સંતુલન જાળવવામાં થોડી મહેનત જરૂર પડશે. પરંતુ બંનેને સમય આપવો જરૂરી છે.
વૃશ્ચિક રાશિ
આજે તમારું ધ્યાન નાની નાની વાતોથી હટીને આગળની દિશા અને મોટા લક્ષ્યો પર રહેશે. કામમાં નવી જવાબદારી મળી શકે છે કે કોઈ અન્ય શહેર કે દૂરના સ્થળ સંલગ્ન તક મળી શકે છે. કોઈ યોજનાને અંતિમ સ્વરૂપ આપતા પહેલા તેના વ્યવહારિક પક્ષને જરૂર જુઓ. અભ્યાસ, રિસર્ચ કે કઈક નવું શીખવા માટે પણ સારો દિવસ છે.
ધનુ રાશિ
આજે પૈસા અને સંયુક્ત જવાબદારીઓ સંલગ્ન મામલાઓ પર ધ્યાન આપવું પડી શકે છે. કોઈ જૂની ચૂકવણી, બેંક, વીમા કે દસ્તાવેજી કામ ઘણા સમયથી પેન્ડિંગ હોય તો તેને વ્યવસ્થિત કરવા માટે સારો દિવસ છે. સંબંધોમાં પણ કોઈ વાત મનમાં દબાવી રાખવાની જગ્યાએ શાંત રીતે કહી દેવી સારી રહેશે. અનેકવાર ચૂપ્પી એ સમસ્યાનો અંત નથી લાવતી પરંતુ તેને આગળ ધપાવે છે.
મકર રાશિ
સંબંધો અને ભાગીદારીને લઈને આજે કેટલીક વાતો પહેલા કરતા વધુ સ્પષ્ટ જોવા મળશે. કોઈ વ્યક્તિ સાથે તમારી ભૂમિકા શું છે અને એક બીજા પાસેથી શું અપેક્ષા છે તે સમજવાની તક મળશે. વેપારમાં ભાગીદારી સંબંધિત કોઈ નિર્ણય લેવાનો હોય તો દરેક શરતને સારી રીતે સમજીને જ આગળ વધો. જીવનસાથી કે કોઈ નજીકની વ્યક્તિની વાત આજે ફક્ત સાંભળવાની નહીં પરંતુ સમજવાની પણ કોશિશ કરો.
કુંભ રાશિ
આજે કામ અને તમારી દિનચર્યાને થોડી વ્યવસ્થિત કરવાની જરૂર છે. અનેક કામ એક સાથે હાથમાં લેવાથી દિવસના અંત સુધીમાં થાક વધુ અને પરિણામ ઓછું મળી શકે છે. આથી સૌથી જરૂરી કામ પહેલા નક્કી કરી લો. કોઈ સહકર્મીની મદદ તમારા કામને સરળ બનાવી શકે છે. આથી જરૂર હોય તો મદદ માંગવામાં સંકોચ ન કરો. ઊંઘ અને આરામને પણ આજે નજરઅંદાજ ન કરો.
મીન રાશિ
રચનાત્મક કામ અને ખાનગી સંબંધો માટે આજનો દિવસ સારો રહેશે. બાળકો કે પરિવાર સંબંધિત કોઈ નાની અમથી વાત પણ ખુશી આપી શકે છે. પ્રેમ સંબંધોમાં વાતચીત સહજ રહેશે અને એક બીજાને સમજવું સરળ રહેશે. કોઈ નવી યોજના કે આઈડિયા અંગે ઉત્સાહ રહેશે પરંતુ બધુ એક દિવસમાં પૂરું કરવાની કોશિશ ન કરો. સારી ચીજોને આકાર લેવામાં સમય જાય છે.