મહેસાણા જિલ્લાના સતલાસણાની મોર્ડમ સ્કૂલમાં બાળકોએ ભોજન લીધા બાદ બાળકોને ફ્રૂડ પોઈઝનિંગની અસર થતા બાળકોને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
19 બાળકોની તબિયત લથડતા વડનગર સિવિલમાં ખસેડાયા
તા. 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસના દિવસે ઉજવણીને લઈ બાળકોને શાળાએ બોલાવવામાં આવ્યા હતા. મોડી રાત્રે ભોજન કર્યા બાદ 19 બાળકોને ઉલ્ટી-ઉબકાની ફરિયાદ થતા શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી હતી. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ ઘટના સ્થળે પહોંચી ખાદ્યસામગ્રીના નમૂના લેવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ નમૂનાને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
ચોકલેટ આપ્યા બાદ બાળકીઓને ઉધરસ અને ઉલટીઓ થવા લાગી
આ બાબતે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં ક્રિસમસની રજાઓ હતી. જે બાદ સાંજે જમવા બેઠા હતા. જમ્યા બાદ ક્રિસમસની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે મેડમે ચોકલેટો આપી હતી. જે ચોકલેટ ખાધા બાદ અચાનક છોકરીઓને ઉધરસ અને ઉલટીઓ થવા લાગી હતી. શિક્ષકો દ્વારા તાત્કાલીક રીક્ષા મંગાવી હતી. અને તમામ વિદ્યાર્થીનીઓને રાત્રીના સુમારે એમ્બ્યુલન્સ અને રીક્ષા મારફતે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સ્કૂલમાં અભ્યાસ કરતી 165 બાળકીઓમાંતી 19 બાળકીઓને ફ્રૂડ પોઈઝનીગની અસર થવા પામી હતી. જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્ટેલમાં રહેલ તમામ બાળકીઓનું ચેકઅપ હાથ ધર્યું હતું. તેમજ બાળકીઓએ રાત્રે ભોજનમાં શું લીધું હતું. તેની વિગતો મેળવી હતી.