બ્રેકીંગ ન્યુઝ દિલ્હી : ચાર માળની ઇમારતમાં ભીષણ આગ લાગતા 3 લોકોના મોત, 2 મહિલા ગંભીર રીતે ઘાયલ

By: Krunal Bhavsar
29 Nov, 2025

દિલ્હીના ટિગરી એક્સટેન્શન વિસ્તારમાં સાંજે એક ચાર માળની ઇમારતમાં ભીષણ આગ લાગવાથી અફરાતફરી મચી જવા પામી હતી, આગની ઝપેટમાં આવતા 3 લોકોના કરૂણ મોત થયા હતા, જ્યારે બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટના સાંજે 6:24 વાગ્યે બની હતી, જ્યારે પોલીસને આગ લાગવાની જાણ કરતો PCR કોલ મળ્યો હતો. તરત જ, ટિગરી પોલીસ સ્ટેશન અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં આખી ઇમારત આગની લપેટમાં આવી ગઈ હતી.ફાયર બિગ્રેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

Delhi Tigri Fire : આગ દુર્ઘટનામાં 3 લોકોના મોત

પ્રાથમિક માહિતી મુજબ, આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક ફૂટવેરની દુકાનમાં લાગી હતી અને ઝડપથી ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી. બચાવકર્તાઓ જ્યારે ઇમારતમાં પ્રવેશ્યા ત્યારે તેમને ત્રણ લોકો મૃત હાલતમાં જોવા મળ્યા. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી બે મહિલાઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ઘટનાથી સ્થાનિક રહેવાસીઓ ગભરાઈ ગયા હતા, અને આગ ફેલાતી અટકાવવા માટે સાવચેતીના ભાગરૂપે નજીકના ઘરો પણ ખાલી કરાવવામાં આવ્યા હતા.

 

ફાયર બિગ્રેડે ભારે જહેમત બાદ આગ પુર કાબુ મેળ્યો

ફાયર બ્રિગેડની કુલ ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ દોઢ કલાકની મહેનત પછી આગને કાબુમાં લેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું છે કે મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમના પરિવારોને જાણ કરવામાં આવી રહી છે. હાલમાં આગ લાગવાના કારણની તપાસ ચાલી રહી છે. સ્થાનિકોએ આ વિસ્તારમાં નબળા ઇલેક્ટ્રિક વાયરિંગ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને પોલીસને શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શંકા છે, જોકે અધિકારીઓ હજુ કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી. આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગઈ છે અને ઇમારતની તપાસ ચાલુ છે.

 

 


Related Posts

Load more