મોદી-શાહ, રાહુલ અને કેજરીવાલના એકસાથે સૌરાષ્ટ્રમાં ધામા

By: nationgujarat
19 Sep, 2025

રાજકારણનો ખેલ નવો નથી. એકને પોતાની સત્તા બચાવવી છે, તો બીજાને સત્તા જોઈએ. ગુજરાતમાં હવે સત્તાની સાઠમારી માટે ત્રણ પક્ષો એકમોરચે આવ્યા છે. ગુજરાતમાં ચૂંટણીનું રણશીંગું અત્યારથી જ ફૂંકાઈ ગયું છે એવું લાગી રહ્યું છે. કારણ કે, ભાજપ કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધી ગયા છે. આજે અને આવતીકાલે બે દિવસમાં ત્રણેય પક્ષના દિગ્ગજો ગુજરાતના પ્રવાસે છે. ત્યારે સૌરાષ્ટ્રનો ગઢ ફરીથી રાજકારણીઓનું એપી સેન્ટર બનવા જઈ રહ્યું છેગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજી ઘણી વાર છે. પરંતું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. પરંતું અત્યારથી જ સત્તાધારી પક્ષ અને વિપક્ષ ગુજરાતમાં એક્ટિવ થઈ ગયા છે. કોંગ્રેસ અને આપની સક્રિયતા જોતા ભાજપે પણ કમર કસી લીધી છે. કારણ કે, ભાજપ હવે ફરીથી વિસાવદરવાળી થવા દેવા માંગતુ નથી. આ કારણે ગુજરાતમાં રાજકારણ સક્રિય બન્યુ છે. જેનું એપીસેન્ટર સૌરાષ્ટ્ર બન્યું છે. કારણ કે, ત્રણેય પક્ષના નેતાઓ સૌરાષ્ટ્રમાં ધામા નાંખવાના છે.

કોણ ક્યાં ક્યાં હશે

  • તમને જણાવી દઈએ કે, આવતીકાલે મોદી ભાવનગરના પ્રવાસે છે. તેઓ કરોડો રૂપિયાના વિકાસના કામોની ભેટ આપશે.
  • આજે રાહુલ ગાંધી ફરી જૂનાગઢમાં આવશે. તેઓ પ્રશિક્ષણ શિબિરમાં જીલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપશે
  • અમિત શાહ પ્રથમ નોરતે રાજકોટમાં સંમેલન સંબોધશે. પ્રથમ નોરતે તેઓ રાજકોટમાં સહકારી સંમેલનને સંબોધશે.
  • ઘેડની સમસ્યાને ઉજાગર કરી સૌરાષ્ટ્રવાસીઓની સહાનુભૂતિ જીતવા આપના સાંસદ સંજયસિંહ ગુજરાત આવ્યાં છે

આમ, આ તમામ નેતાઓ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. જાણે સૌરાષ્ટ્રથી રાજકારણનો દોરીસંચાર થતો હોય તેમ. હાલ ગોપાલ ઈટાલિયાને કારણે આમ આદમી પાર્ટીની સક્રિયતા વધી રહી છે. વિસાવદરની બેઠક જીત્યા બાદ આપને નવી આશાનું કિરણ મળ્યું છે. તેથી આપ પોતાનો ઉત્સાહ ઘટાડવા માંગતી નથી. સૌરાષ્ટ્ર ઝોનમાં આપનું પ્રભુત્વ વધતુ જોઈને ભાજપના પેટમાં તેલ રેડાયું છે. આ જ કરાણે મોદી-શાહના પ્રવાસને ખાસ ગણવામાં આવી રહ્યો છે. તેને ડેમેજ કન્ટ્રોલનો એક ભાગ ગણવામાં આવી રહ્યો છે. આ કારણે, ભાજપ, કોંગ્રેસ અને આપના રાજનેતાઓએ ગુજરાતમાં અંડિગા જમાવ્યાં છે.

આગામી સમયમાં કોંગ્રેસ અને આપ ગુજરાતના અનેક સળગતા મુદ્દે ભાજપને ઘેરી શકે છે. તેથી ભાજપ પણ એક્શન મોડમાં આવી રહ્યું છે. રાહુલ ગાંધી એક પછી એક બોમ્બ ફોડી રહ્યા છે, જેથી ભાજપ માટે આગામી ચૂંટણી કપરા ચઢાણ સાબિત થઈ શકે છે.


Related Posts

Load more