રાજકોટ ભાજપમા જૂથવાદ ચરમસિમાએ…. મામલો ગાંઘીનગર અને દિલ્હી પહોચ્યાની ચર્ચા

By: nationgujarat
13 Mar, 2025

ગુજરાતમાં ભાજપ એટલે શિસ્તબંધ પાર્ટી એમ કહેવાય છે ભાજપ હવે વિશ્વની મોટી પાર્ટી બની છે કોંગ્રેસ માથી ગુજરાત ભાજપે મોટા મોટા નેતાઓને પાર્ટીમાં સમાવી દીધા છે જેના કારણે હવે પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ અને નવા જોડાયેલા કાર્યકર્તાઓ વચ્ચે જ ડખો જોવા મળી રહ્યા છે. આમ પણ ભાજપમાં સૌરાષ્ટ્ર લોબીમા પાછળા વર્ષોનો ઇતિહાસ ને યાદ કરીએ તો આ બાબત નવી નથી.  પહેલા ચૂંટણી સમયે રાજકીય પાર્ટીઓ એકબીજા પર શાબ્દીક યુદ્ધ કરતા પરંતુ હવે ભાજપમાં એ સ્થિતિ આવી છે કે અંદોર અંદરો જ નેતાઓ તેમના સાથી નેતાઓનુ માન જાળવી શકતા નથી. આ વાત અમે નથી કહેતા પરંતુ રાજકોટમા પાછલા દિવસમાં જે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા અને જિ.ભાજપ મહિલા મોરચના પ્રમુખ સોનલબેન વસાણી વચ્ચે  તુ-તુ મે-મે થઇ અને જાહેરમા ભરત બોઘરા મહિલાઓને માન આપવાનુ ભૂલી ને તુ કારે બોલાવ્યા જેનાથી સોનલબેન પણ ગુસ્સે થયા અને તરત જ રોકડુ પરખાવી દીધુ.

ભરત બોઘરા અને સોનલબેન વચ્ચે જે મામલો થયો તે મામલે ત્યાના રાજકીય પંડિતોનુ કહેવુ છે કે ભરત બોઘરા પુર્વ કોંગ્રેસી છે અને કુવરજીભાઇ બાવળીયા જ્યારે કોંગ્રેસમા હતા ત્યારે એમની છાલ પકડીને આગળ વઘેલા છે. કુવરજી બાવળીયાને રાજકોટ લોકસભા ચૂંટણી લડવાની વાત આવી એ ગેલેક્સી ગ્રુપના કિરણ પટેલ ની સામે ત્યારે સુત્રનુ માનીએ તો બોઘરા અને બાવળીયા વચ્ચે મૌખીક સમજૂતી થઇ હશે કે બાવળીયા લોકસભા લડે જેમા બોઘરા પટેલ સહિતના મતો કોંગ્રેસને મળે અને બાવળીયાને જીતાડવા અને તેની સામે જસદણમા ધારાસભ્યની બેઠક ખાલી પડે તેમા કુવરજીભાઇ ભરત બોઘરાને ટીકિટ અપાવે પણ એ તો દેખીતુ છે કે રાજકારણમા શબ્દોની કોઇ કિમંત હોતી નથી ત્યા સ્થિતિ પ્રમાણે વાત થાય. કુવરજીભાઇ જીત્યા અને ધારાસભ્યની ખાલી પડેલ બેઠકમા તેમની જ દિકરી ભાવના બેનને ટીકિટ અપાવી અને બોઘરાને સાઇડલાઇન કર્યા ત્યારથી બોઘરા અને બાવળીયા વચ્ચે મામલો ગરમ ચાલે છે. ત્યાર પછી બોઘરા ભાજપમા જોડાયા અને ભાજપે ધારાસભ્યની ટીકિટ પણ આપી અને જીત્યા અને રાજકોટમા મોટુ માથુ પણ બન્યા. રાજકોટમા ભાજપના કોઇ નેતા ગરિબ નથી તેમા બોઘરાની વાત કરીએ તો અંદાજે 500 કરોડના આસામી છે તેમ રાજકીય પંડિતોનુ માનવુ છે ભાજપના મોટા ભાગના નેતાઓ હવે ફોર્ચ્યુનર અને ઇનોના સેિવાય નેતાઓ ફરતા નથી.

રાજકોટમા લોકસભા ચૂંટણીમા જ્યારે પરષોત્તમ રૂપાલાને ટીકિટ મળી ત્યારે મોટા ભાગના કાર્યક્રમમા બોઘરા સાઇડલાઇન જોવા મળ્યા હોય તેમ ત્યાના સ્થાનિક રાજકીય પંડિતોનુ કહેવુ છે અને બોઘરાને રૂપાલાની જગ્યાએ તેમને ચૂંટણી લડવી હતી અને તેમણે ઘણા પ્રયાસ પણ કર્યા પણ ફાવ્યા નથી. રૂપાલા વિરુદ્ધ તેઓ ગયા છે તે સ્પષ્ટ દેખાઇ આવતુ હતું. બોઘરાના રાજયસભાના સાંસદ થવુ હતું  તેમા ન ફાવ્યા પછી પ્રદેશ અધ્યક્ષ પણ બનવુ છે હવે  તેમ ત્યાના સુત્રો જણાવી રહ્યાા છે. બોઘરા હાલ અનેક પ્રકારના આક્ષેપો સાથે ઘેરાયેલા છે પરંતુ સી.આર.પાટીલ ના તેમના પાર ચાર હાથ હોવાનુ ત્યાના રાજકીય સુત્રએ જણાવ્યું હતું.

ભાજપ બેટી બચાવ ને બેટી પઠાવોની જે વાતો કરે છે પરંતુ તેમના પ્રદેશના નેતાઓ મહિલા સાથે કેવી રીતે વાત કરવી તે ભાન ભૂલતા જાય છે તેથી આ  મામલે રાજકોટ જીલ્લામાં કાર્યકર્તાઓ અંદરો અંદર ગણગળાટ વધ્યો છે કે હવે આગળ શું. ?

ભરત બોઘરા અનો સોનલબેન વચ્ચે જે ડખો જાહેરમા થયો તે મામલે સુત્ર દ્વારા જે માહિતી મળી છે તેમા ભરતભાઇ સોનલબેનને જાહેરમા તુકારો કરતા બેને પણ સામે તુકારો આપી જવાબ આપી જ દીધો છે જાણવા મળ્યુ છે કે સોનલ બેને જાહેરમા ભરતભાઇને કહી દીધુ હતું કે મારા પરિવારનાસભ્યો પહેલેથી ભાજપમા જોડાયેલા છે તમે આજકાલના આવ્યા છો અને આ મામલો હવે પ્રદેશ કાર્યાલય પહોંચી દિલ્હી પહોંચ્યો છે. આમ ભાજપ ગુજરાતમા ડોખો ચાલી રહ્યો છે તેમા નવાઇ નથી અને ભાજપ હવે નવા પ્રમુખનુ નામ ઝડપથી જાહેર થાય તે માટે કાર્યકર્તાઓ સમાચારની રાહ જોઇ રહ્યા છે.


Related Posts

Load more