Related Posts
મહાકુંભ, ત્રિશૂળ અને ડમરુ મનપસંદ : આ સિવાય તાજેતરમાં જ પૂર્ણ થયેલા મહાકુંભને ધ્યાને રાખીને પણ ખાસ ત્રિશૂળ અને ડમરુવાળી પિચકારીનું પણ બજારમાં આગમન થયું છે. જે પણ લોકોની પસંદ બની રહ્યું છે. આ ઉપરાંત પુષ્પા 2 ફિલ્મ પરથી હથોડા અને કુહાડી આકારની પિચકારી પણ આ વર્ષે બજારમાં આવી છે. જે પાત્રો અને ચલચિત્રોની કહાની લોકોમાં ચર્ચાસ્પદ બની હોય તેવા પાત્રો તહેવારમાં ટ્રેન્ડમાં હોય છે.રંગ અને પિચકારીના ભાવમાં વધારો : આ વર્ષે હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન પિચકારી અને કલરના ભાવમાં 20 થી 40 ટકાનો વધારો થયો છે. આ વર્ષે 200 રૂપિયા કિલો ઓર્ગેનિક કલર, જે ખાસ રાજસ્થાનથી મંગાવવામાં આવે છે. આ કલરની બનાવટમાં તપકીરના લોટનો ઉપયોગ થાય છે. સાથે જ અલગ અલગ આકાર, ડિઝાઇન અને સાઈઝની પિચકારીના ભાવમાં આ વખતે 20 થી 40 ટકાનો વધારો થયો છે.