Bhavnagar raging News | ભાવનગરની મેડિકલ કોલેજના ત્રણ ઈન્ટર્ન ડોક્ટર્સને સાથે અભ્યાસ કરતા ઈન્ટર્ન તથા સિનિયર ડોક્ટર સહિત 8 લોકોએ જાહેરમાં ના બોલી શકાય તેવા શબ્દો પરાણે બોલાવી અને ના બોલે તો બેહોશ થાય ત્યાં સુધી માર માર્યાની ગંભીર ફરિયાદ મેડિકલ કોલેજના ડિન સુધી પહોંચતા ચકચાર મચી છે. બીજી તરફ ઈજાગ્રસ્ત ત્રણેય ઈન્ટર્ન ડોક્ટરને સારવાર માટે સર ટી.હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બનાવની પ્રાથમિક વિગત એવી છે કે, ભાવનગરની મેડિકલ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા બે ઈન્ટર્ન ડોક્ટર્સને ગત રાત્રિના મેડિકલ કોલેજ નજીકના સર્કલ પાસેથી બે કારમાં બેસાડીને હિલડ્રાઈવ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સાથેના 4 ઈન્ટર્ન સહ અધ્યાયી તથા બે સિનિયર તબીબ અને બહારના અન્ય બે શખ્સો દ્વારા તેમની પાસે જાહેરમાં ના બોલી શકાય તેવા શબ્દો પરાણે બોલાવી અને જો ના બોલે તો માર મારતા હતા. જયારે પીડિત ઈન્ટર્નને સવાલો પુછવામાં આવતા હતા. અને જો તે ખોટા જવાબ આપે તો પણ માર મારતા હતા.