મુંબઈના પાલઘરમાં વાઢવણ બંદર નજીક કૃત્રિમ બેટ બનાવી ભારતનું પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ બનાવાશે

By: nationgujarat
02 Mar, 2025

વાઢવણમાં 70 હજાર કરોડથી વધુ ખર્ચે દેશના મોટા કન્ટેનર પોર્ટનું નિર્માણ થવાનું છે. એટલે વાઢવણને એક્સસપ્રેસ-વે, હાઈવે તેમજ ડેડિકેટેડ રેલ ફ્રેટ કોરિડોરથી સાંકળવામાં આવશે. આ સાથે જ પોર્ટ નજીક એરપોર્ટની ખૂબ જ આવશ્યકતા છે. આ એરપોર્ટથી કાર્ગો પ્લેનની અવરજવર થઈ શકાશે, એટલું જ નહીં શિપિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા દેશ- વિદેશના લોકો ચાર્ટર્ડ ફલાઈટમાં પહોંચી શકે એ માટે પણ વિમાનમથક જરૂરી છે.

દરમ્યાન વાઢવણ પાસે બે હેલિપેડ બાંધવાની યોજનાને આ અગાઉ મંજૂરી મળી ગઈ છે. મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટથી વાઢવણ 125 કિલોમીટર દૂર છે. એટલે મુંબઈના એરપોર્ટ પરથી વાઢવણ સુધી હેલિકોપ્ટર અથવા ચાર્ટર્ડ પ્લેનમાં ગણતરીની મિનિટોમાં  પહોંચી શકાશે. આ કારણથી વાઢવણ એરપોર્ટનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

હોંગકોંગનું ઈન્ટરનેશનલ એરપોર્ટ તેમજ જપાનના ઓસાકાનું કાનસાઈ એરપોર્ટ આજ રીતે સમુદ્રમાં કૃત્રિમ બેટ પર બાંધવામાં  આવ્યું છે. આ બે એરપોર્ટ પરથી પ્રેરણા લઈને વાઢવણમાં કૃત્રિમ બેટ પર વિમાનમથકની યોજના ઘડવામાં આવી છે.


Related Posts

Load more