ODI વર્લ્ડ કપ 2023 પછી, ફરી એકવાર ચેમ્પિયન ટ્રોફિમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે પોતાનુ્ શ્રેષ્ઠ પ્રદર્શન બતાવી સૌને ચોકાવ્યા છે. આ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અફઘાનિસ્તાને ઉલટ ફેર કરી સૌને ચૌકાવ્યા છે અને સેમિફાઇનલ માટે પોતાની આશા જીવંત રાખી છે.
આ વખતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનની યજમાની હેઠળ રમાઈ રહી છે. ગ્રુપ A માંથી, ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જ્યારે ગ્રુપ-બીમાં મામલો જટિલ લાગે છે. અફઘાનિસ્તાન સેમિફાઇનલથી એક ડગલું દૂર દેખાય છે. જ્યારે જો ઓસ્ટ્રેલિયન ટીમ સાવચેત નહીં રહે તો તે બહાર થઈ શકે છે.
બુધવારે (26 ફેબ્રુઆરી) ગ્રુપ-બીમાં અફગાનિસ્તાન અને ઇંગ્લેન્ડની મેચ રમાઇ હતી . ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો પહેલો અને સૌથી મોટો અપસેટ આ મેચમાં જોવા મળ્યો. નબળી ગણાતી અફઘાનિસ્તાનની ટીમે ઇંગ્લેન્ડને 8 રનથી હરાવ્યું. આ હાર સાથે, જોસ બટલરના નેતૃત્વ હેઠળની ઇંગ્લેન્ડની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
જ્યારે અફઘાન ટીમ હજુ પણ સેમિફાઇનલની રેસમાં છે. હવે તેની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. જો અફઘાન ટીમને સેમિફાઇનલમાં પ્રવેશ કરવો હોય તો તેણે કાંગારૂ ટીમને કોઈપણ કિંમતે હરાવવી પડશે. અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ 28 ફેબ્રુઆરીએ લાહોરમાં રમાશે.
ગ્રુપ B માં, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના હાલમાં સમાન 3-3 પોઈન્ટ છે. આફ્રિકન ટીમ તેના ગ્રુપ B માં 2.140 ના સારા નેટ રન રેટ સાથે ટોચ પર છે. જ્યારે બીજા સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયાનો નેટ રન રેટ 0.475 છે.ત્રીજા નંબરે અફઘાનિસ્તાનની ટીમ છે, જેણે ઇંગ્લેન્ડને હરાવ્યું છે. આ ટીમ બેમાંથી એક મેચ જીતીને ત્રીજા સ્થાને છે. તેના ૨ પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ -૦.૯૯૦ છે. હવે ગ્રુપ બીની આ ત્રણ ટીમો સેમિફાઇનલની રેસમાં રહે છે.