સોમનાથમાં મહાશિવરાત્રી મહોત્સવ, મંદિર 42 કલાક ખુલ્લું રહેશે, ધ્વજા પૂજા અને પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન

By: nationgujarat
24 Feb, 2025

જૂનાગઢ, સોમનાથ સહિતના જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીની તૈયારી શરૂ થઈ ગઈ છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી મહોત્સની ભવ્ય ઉજવણીની તૈયારી શરૂ કરવામાં આવી છે. જેમાં સોમનાથ સમુદ્ર કિનારે હજારો શ્રદ્ધાળુઓ માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સમુદ્ર દર્શન વૉક પર આજે સોમવારથી 26 ફેબ્રુઆરી, 2025 સુધીમાં સોમનાથ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જ્યારે સંકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.

 મહાશિવરાત્રી મહોત્સની ભવ્ય ઉજવણી

સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી મહોત્સની તડામાર તૈયારી શરૂ છે, ત્યારે આગામી 26 ફેબ્રુઆરીની વહેલી સવારે 4 વાગ્યાથી 42 કલાક સુધી ભક્તો માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે. જ્યારે સોમનાથ સમુદ્ર કિનારે હજારો શ્રદ્ધાળુઓ માટે સવારે 8 વાગ્યે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 8થી 11 અને બપોરે 1થી 5 વાગ્યા દરમિયાન ભક્તોને દર્શન કરવા અને ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.સોમનાથમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન સોમનાથ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં સંકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ભક્તો માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા કરી શકશે. સોમનાથ મંદિર ખાતે દર્શાનાર્થે આવતા દિવ્યાગં અને વૃદ્ધોને ધ્યાનમાં રાખીને સ્વાગત કક્ષ ખાતે નિઃશુલ્ક ગોલ્ફ કાર્ટ અને વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે.


Related Posts

Load more