ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પાંચમી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટૉસ હારી ગયો છે. આ ટીમે ODIમાં સતત 12મો ટૉસ હાર્યો છે. પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાન તરફથી ખુશદિલ શાહ અને હારિસ રઉફ ક્રિઝ પર છે. કુલદીપે સતત બે બોલમાં બે વિકેટ લીધી. તેણે સલમાન આગા (19 રન) અને શાહીન શાહ આફ્રિદી (0)ને પેવેલિયન મોકલ્યા.
રવીન્દ્ર જાડેજાએ તૈયબ તાહિર (4 રન)ને બોલ્ડ કર્યો હતો.કુલદીપે પોતાની ત્રીજી વિકેટ લીધી, કોહલીએ157મો કેચ લીધો
કુલદીપ યાદવે 47મી ઓવરમાં પોતાની ત્રીજી વિકેટ લીધી. તેણે નસીમ શાહને લોંગ ઓન પર વિરાટ કોહલીના હાથે કેચ કરાવ્યો. નસીમે 16 બોલમાં 14 રન બનાવ્યા. કોહલીએ તેની વન-ડે કારકિર્દીનો 157મો કેચ પકડ્યો. તે ભારત માટે સૌથી વધુ ODI કેચ પકડનાર ખેલાડી બન્યો.
કેપ્ટન મોહમ્મદ રિઝવાન (46 રન) અક્ષર પટેલના બોલ પર બોલ્ડ થયો. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ સઈદ શકીલ (62 રન)ને અક્ષર પટેલના હાથે કેચ કરાવ્યો.
ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી. તેણે બાબર આઝમ (23) અને સઈદ શકીલ (62)ને આઉટ કર્યા. અક્ષર પટેલે ઇમામ (10 ને ડાયરેક્ટ હિટથી રન આઉટ કર્યો.
બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને હર્ષિત રાણા.
પાકિસ્તાન (PAK): મોહમ્મદ રિઝવાન (કેપ્ટન અને વિકેટકીપર), ઇમામ ઉલ હક, સઈદ શકીલ, બાબર આઝમ, સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફ અને અબરાર અહમદ.