રાજકોટ સામુહ લગ્ન વિવાદ: આયોજકોએ મોબાઈલ પર સ્ટેટસ મૂકી પોતાનું ‘સ્ટેટસ’ બચાવવાનો કર્યો પ્રયાસ

By: nationgujarat
22 Feb, 2025

Rajkot Samuh Lagan: રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વર-વધુ પક્ષના જાનૈયાઓ આયોજન સ્થળે પહોંચ્યા તો ત્યાં દ્રશ્યો જોઈને નવાઈ પામ્યા હતા. કારણ કે, સમૂહ લગ્નના આયોજકો ફરારા થઈ જતાં જાનૈયાઓ રસ્તે રઝળી પડ્યા હતા. જો કે, રાજકોટ પોલીસે 28 યુગલોના લગ્ન બીડું ઝડપ્યું હતું, જ્યારે કોંગ્રેસ નેતાએ જમણવારની જવાબદારી ઉપાડી લેતાં વર અને કન્યા પક્ષમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. હવે ફરાર થયેલા આયોજકો દ્વારા પોતાના બચાવ માટે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનાં સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકી રહ્યા છે.

વર-વધુને તબીયત સારી ન હોવાનાં મેસેજ કર્યા

મળતી માહિતી અનુસાર, રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનાં આયોજક ચંદ્રેશ છત્રોલા પોતાનો બચાવ હોસ્પિટલમા સારવાર લઈ રહ્યા હોવાનાં ફોટા સ્ટેટસમાં મૂકી રહ્યા છે. આયોજકે સવારે મોબાઈલનાં સ્ટેટસમાં સારવારમાં ફોટા મૂક્યા હત. આ ઉપરાંત તમામ કપલને તબીયત સારી ન હોવાનાં મેસેજ કર્યા હતા.

જાણો શું છે મામલો

રાજકોટમાં ઋષિવંશી ગ્રૂપ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં 28 કપલે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સમૂહ લગ્નમાં ભાગ લેવા માટે 40 હજાર રૂપિયા ઉઘારવ્યા હતા. સમૂહ લગ્ન 22 ફેબ્રુઆરીએ એટલે કે આજે હોવાથી વર-વધૂ પક્ષના જાનૈયાઓ આયોજન સ્થળે પહોંચ્યા હતા. આયોજન સ્થળે પહોંચ્યા તો જાનૈયાઓને ખબર પડી કે અહીં કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. આયોજકો આવ્યા જ ન હોવાથી લગ્ન અટકી પડ્યા હતા.

આ પણ વાંચો: હવામાનમાં થશે ફેરફાર: મહાશિવરાત્રિ આસપાસ અનેક રાજ્યોમાં તોફાની વરસાદ, ગુજરાતમાં ગરમી વધશે

લગ્નની ખુશીના પ્રસંગમાં ગનગીમ દૃશ્યો સર્જાયા હતા. જાનૈયાઓ વીલા મોંઢે એકબીજા સામે જોઈ રહ્યા હતા. કન્યાની આંખોમાં આંસુ છલકાતા હતા. હરખ અને ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું. જોકે, પરિવારો જાન પરત લઈ જવી પડે તેવી સ્થિતિ સર્જાતા પોલીસ મદદે આગળ આવી હતી. તેમણે ગોર મહારાજ બોલાવીને લગ્નવિધિ સંપન્ન કરાવતા વર અને વધુના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,ચંદ્રેશ છત્રોલા, દિપક હિરાણી, દિલીપ ગોહેલ દ્વારા માધાપર ચોકડી અને બેડી ચોકડી પાસે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટની જાણ થતાં હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત રાજકોટ પોલીસે લગ્ન કરાવવાનું બીડું ઝડપ્યું છે. લગ્નની વિધિ શરુ કરવામાં આવી છે. જ્યારે રાજકોટના વિપક્ષના નેતાએ જમણવારની જવાબદારી સ્વીકારી છે.


Related Posts

Load more