ટ્રમ્પે ફરી ભારતને ધમકી આપી, કહ્યું- જેટલો ટેરિફ અમારા પર છે એટલો જ તમારા પર લાગશે

By: nationgujarat
22 Feb, 2025

US President Donald Trump On Reciprocal Tariff: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી વચન મુજબ મેક્સિકો, કેનેડા અને ચીન પર વધારાના ટેરિફ લાદવાનો નિર્ણય લીધો હતો. હવે તેમણે ભારત પર ટેરિફ લાદવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, ‘ભારત અમારા પર ટેરિફ લાદે છે, અમે તેમના પર ટેરિફ લાદીશું.’ નોંધનીય છે કે, અગાઉ તેમણે ભારતને  ચેતવણી આપી હતી.

અમેરિકાની આક્રમક ટ્રેડ પોલિસી

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની ટેરિફ પોલિસીમાં  ફેરફારો કરી રહ્યા છે. આક્રમક ટ્રેડ પોલિસી અપનાવતા ટ્રમ્પે ઘણી વાર કહ્યું છે કે, ‘અમે કોઈપણ દેશ પર એ જ ટેરિફ લાદશે જે દેશ અમેરિકન માલ પર લાદે છે.’ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લાદ્યા હતા. પરંતુ તેમણે મેક્સિકો અને કેનેડાને એક મહિનાનો સમય આપ્યો હતો. આ એક મહિનાનો સમયગાળો પૂરો થવાનો છે.


Related Posts

Load more