Gold Hits Record High of 84,000 : આજે સતત ત્રીજા દિવસે એટલે કે 5 ફેબ્રુઆરીએ સોનું ઓલ ટાઈમ હાઈ લેવલે પહોંચ્યું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,313 રૂપિયા વધીને 84,323 રૂપિયા થયો છે. આ પહેલા ગઈકાલે એટલે કે 4 ફેબ્રુઆરીએ સોનું 83,010 રૂપિયા પ્રતિ દસ ગ્રામના હાઈ લેવલ પર હતું.જ્યારે આજે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીમાં રુપિયા 1628નો વધારો થતાં 95421 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. અગાઉ ચાંદીનો ભાવ 93793 રૂપિયા પ્રતિ કિલો હતો. 23 ઓક્ટોબર 2024 ના રોજ ચાંદી તેના ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ હતી, જ્યારે ચાંદી પ્રતિ કિલો રૂ. 99251 પર પહોંચી ગઈ હતી.
દિલ્હી : આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 79200 અને 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 86390 રુપિયા બોલાઈ રહ્યો છે.
મુંબઈ : આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 79050 રુપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 86240 રુપિયા છે.