અહવેલા – કુણાલ ભાવસાર, નેશન ગુજરાત ન્યુઝ, અમદાવાદ
શોર્ટ કર્ટ કરી ઝલદી રૂપિયા વાળુ થવું છે અને તેના કારણે અમુક તત્વો છેતરપીડી કરવાની અવનવી તરકીબો શોઘી લાવે છે અને સરકારના પાપે બેરોજાગર યુવાનો તેમની ચાલમાં ફસાઇ તેમના પિતાની કમાયેલી મુડીને ખોઇ બેસે છે. આજના યુવાનો પણ કોઇ પણ વાત પર વિચાર કર્યા વગર રૂપિયા કમાવવા ટુંકા રસ્તાને અપનાવે છે એટલે જ આવા નફ્ફટ લૂખાઓ બે ફામ બન્યા છે. પહેલા નોકરી અપાવવા બાબતે લોકોને છતેરવાની મોડસ ઓપરન્ડ પછી સોશિયલ મીડિયાના સહારો લઇ ગુગુલ પર કંપનીના રિવ્યુ આપો ને ઘરે બેસી કરોડપતિ બના તેવી લોભામણી જાહેરાત આપી લૂખ્ખા ઠગો અત્યાર સુધીમાં કેટલાયને ઠગી ગયા છે તો કેટલાય તો એવી ભોઢા પડાય છે કે કોઇને કહી શકતા નથી કે મને કોઇએ છેતર્યો છે આ સચ્ચાઇ છે આજના યુવાનોની કે જેઓ આવી લોભામણી જાહેરાતો આપીને લોકોને ઠગવાની નવી ટેકનકી શોઘી કાઠી છે તમે પણ હવે આ લૂખ્ખી ટોળકી તમને વોટસઅપ પર કોઇ પણ પ્રકારના મેસેજ કરે તો તમે એક વાર નહી સો વાર વિચાર કરજો નહીતર રોતા નહી આવડે.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એક યુવાનને વર્ક ફ્રોમ હોમની લાલચ આપી અને એમોઝોનની પ્રોડકટ ગ્રાહકોને આપવાની નોકરીની લાલચ આપીને 8 લાખથી વધુ રૂપિયા ઠગ ગેંગે લૂટી લીધા છે અને હવે એક નવી ગેંગ સક્રિય થઇ છે જે દિલ્લી થી એવી રૂપ સુંદરિઓના ફોટા રાખી વોટસઅપ કે ટેલીગ્રામમાં મેસેજ કરી ગુગુલ રિવ્યુ આપી ઘરે બેસી રૂપિયા કમાવવાની વાત કરી ઠગવાના કિસ્સા પણ વધી ગયા છે. આ અહેવાલ પણ તમારા માટે છે જો જો તમને પણ વોટસઅપ કે ટેલીગ્રામ થકી આવા મેસેજ આવે તો તમારી બેંક ડિટેલ જેવી મહત્વની વિગતો આપવી નહી નહીતર પોલીસ સ્ટેશનના ગમે તેટલા ઘક્કા ખાશો તો પણ રૂપિયા પાછા આવશ જ નહી. આ ગેંગ પાછી વોટસઅપ પર રૂપ સુંદરીઓના ફોટા રાખી યુવાનોને મેસેજ કરી કે અમે દિલ્હીની કંપનીથી છીએ તમને ઘરે બેસી રૂપિયા કમાવવાની તક અમારી કંપની આપે છે એના માટે તમારે પહેલા ટેલીગ્રામમાં આવો અને ત્યા બેંક ડિટેલ પહેલા તો માગે કે અમારે રૂપિયા કયા એકાઉન્ટમાં જમા કરવા તેમજ પછી શરૂઆતમાં ગુગુલ રિવ્યુ આપી તમને ટાસ્ટ પુરા કરવાને એક ટાસ્કના 50 રૂપિયા આપે અને 4 ટાસ્ટ પુરા કરી 200 રૂપિયા જમા કરે પછી એવો ટાસ્ક આપે કે હવે 1 લાખ અમારા એકાઉન્ટમાં જમા કરો અને ડબલ રૂપિયા પાછા મેળવો અને કરવા વાળા લોકો કરે પણ છે બોલો .
ખેર અમારો હેતુ કોઇ પરિવારના મોભી કે જેણે તેની જાત મહેનતથી રૂપિયા કમાયા હોય અને તેનો લાડકવાયો દિકરો કે દિકરી છેતરાઇને રૂપિયા ખોઇના બેસે તે માટે હતો તમે સતર્ક રહો કોઇ ઘરે બેસીને રૂપિયા આપતુ નથી કોઇને તમારી બેંક ડિટેઇલ શેર કરવી નહી ભલે ગમે તેટલા રૂપિયા આપવાની વાત કરે.