IND vs ENG T20 – એકલા અભિષેક શર્માની બેટીંગથી હારી ઇંગ્લેન્ડની ટીમ, બોલરોએ પણ અંગ્રેજોને ઝડપથી આઉટ કર્યા

By: nationgujarat
03 Feb, 2025

સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 5 મેચની ઘરેલુ T20 શ્રેણીમાં હરાવ્યું છે. રવિવારે (2 ફેબ્રુઆરી) પાંચમી મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ શ્રેણી 4-1થી કબજે કરી હતી. છેલ્લી એટલે કે પાંચમી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી, જેનો અસલી હીરો ઓપનર અભિષેક શર્મા હતો, આ મેચમાં અભિષેકે 54 બોલમાં કુલ 135 રન બનાવ્યા હતા. જેના કારણે ભારતીય ટીમને 248 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 10.3 ઓવરમાં 97 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ઈંગ્લેન્ડની ટીમ એકલા અભિષેક સામે હારી ગઈ હતી. પરંતુ ટીમ માટે ચિંતાની વાત પણ છે તે શર્મા સિવાય કોઇ બેટર સારુ પ્રદર્શન કરી શકયા નથી. સંજુસેમન અને સુર્યકુમાર યાદવ ફરી બોગસ શોટ મારી વિકેટ ગીફટ આપી દિધી જો શર્મા રમ્યો ન હોત તો ભારત મુશ્કેલીમાં ચોકક્સ હોત .

ઇંગ્લિશ ટીમના 11 ખેલાડીઓ પણ અભિષેકની બરાબરી કરી શક્યા ન હતા. આ મેચમાં અભિષેકે સ્પિન બોલિંગમાં પણ પોતાની તાકાત બતાવી હતી અને 1 ઓવરમાં 3 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ રીતે અભિષેકે આ મેચમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

આ જીત થોડી ખાસ છે કારણ કે તેમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની બોલિંગનો જાદુ પણ જોવા મળ્યો હતો. તેણે 2.3 ઓવર ફેંકી, 25 રનમાં 3 વિકેટ લીધી. લગભગ 14 મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શમીની આ વિકેટ છે. આ પહેલા, તે 2023 ODI વર્લ્ડ કપની ફાઈનલ રમ્યો હતો, જેમાં તેણે 1 વિકેટ લીધી હતી. રાજકોટમાં રમાયેલી આ ત્રીજી મેચમાં શમીએ 3 ઓવર નાખી અને 25 રન આપ્યા. જોકે તેને કોઈ વિકેટ મળી ન હતી. આ પછી શમીને ચોથી મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. પરંતુ હવે છેલ્લી મેચમાં શમીને રમાડવામાં આવ્યો અને તેણે પણ પોતાની તાકાત બતાવી.

મેચમાં ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા હતા. ઓપનર અભિષેક શર્માએ ટીમને શાનદાર શરૂઆત અપાવી અને પહેલા 17 બોલમાં ફિફ્ટી ફટકારી. આ પછી તેણે તેને બીજી સૌથી ઝડપી સદીમાં ફેરવી દીધી. અભિષેકે 37 બોલમાં ઝડપી સદી ફટકારી હતી. તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો છે, તેણે 40 બોલમાં સદી ફટકારનાર સંજુ સેમસનનો રેકોર્ડ તોડ્યો છે. જોકે, ભારતીયોમાં રોહિત શર્માના નામે 35 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ છે, જે હજુ પણ અતૂટ છે. ઓવરઓલ T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો આ રેકોર્ડ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે. ગયા વર્ષે જ 17 જૂન 2024ના રોજ તેણે સાયપ્રસની ટીમ સામે 27 બોલમાં સદી ફટકારી હતી.

આ મેચમાં અભિષેકે ભારતીય ટીમ માટે 54 બોલમાં કુલ 135 રનની ઈનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેણે 13 સિક્સર અને 7 ફોર ફટકારી હતી. જ્યારે તિલક વર્માએ 15 બોલમાં 24 રન બનાવ્યા હતા. અભિષેક અને તિલક વચ્ચે બીજી વિકેટ માટે 43 બોલમાં 115 રનની ભાગીદારી થઈ હતી. શિવમ દુબેએ 13 બોલમાં 30 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બ્રેડન કારસે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે માર્ક વૂડને 2 સફળતા મળી હતી.આ મેચમાં ભારતીય ટીમને 248 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 10.3 ઓવરમાં 97 રનમાં સમેટાઈ ગઈ હતી. ઈંગ્લિશ ટીમ માટે વિકેટકીપર બેટ્સમેન ફિલ સોલ્ટે 23 બોલમાં 55 રનની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો.


Related Posts

Load more