આધાર કાર્ડ અપડેટ કરાવવાનું બાકી હોય તો ઉતાવળ રાખજો! સરકારે ફરી ડેડલાઇન લંબાવી

By: nationgujarat
14 Dec, 2024

UIDAI extended last date to update Aadhaar card : આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. આ વખતે આ તારીખ 6 મહિના માટે લંબાવવામાં આવી છે. એટલે કે લોકો હવે વધુ 6 મહિના માટે મફતમાં આધાર અપડેટ કરી શકશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા(UIDAI)એ આધારની વિગતોને મફતમાં અપડેટ કરવાની તારીખ લંબાવી છે.

UIDAIએ લંબાવી તારીખ

યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા(UIDAI)એ જણાવ્યું હતું કે, આધારને મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂન, 2025 સુધી લંબાવી દેવામાં આવી છે. જે અગાઉ 14 ડિસેમ્બર, 2024 એટલે કે આજના દિવસની હતી. આધારને મફતમાં અપડેટ કરવા માટે તમે myAadhaar પોર્ટલની મદદ લઈ શકો છો. પરંતુ જો તમે 14 જૂન, 2025 પહેલાં આધાર અપડેટ નહીં કરો તો તમારે આ દિવસ પછીથી ચાર્જ ચૂકવવો પડી શકે છે.


Related Posts

Load more