વન નેશન-વન ઈલેક્શન કાયદો બની જાય તો પણ 2029માં એકસાથે ચૂંટણી શક્ય નથી, જાણો કેમ?

By: nationgujarat
13 Dec, 2024

One Nation-One Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે ગુરૂવારે વન નેશન વન-વન ઇલેક્શનને મંજૂરી આપી દીધી છે.  આ કાયદા હેઠળ દેશભરમાં એકસાથે ચૂંટણી યોજવા પર વિચાર કરવામાં આવશે. મોદી સરકાર જલ્દી શિયાળુ સત્રમાં આ બિલ રજૂ કરી શકે છે. આ મુદ્દે સરકારી સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ, કેબિનેટ દ્વારા પાસ કરવામાં આવેલો પ્રસ્તાવ કોઈપણ બદલાવ વિના સંસદના બંને ગૃહમાંથી પસાર થઈ જાય છે તો દેશમાં સૌથી પહેલીવાર 2034માં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની એકસાથે ચૂંટણી યોજાશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિએ આ વર્ષે માર્ચમાં આ વિશે પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે.

બંધારણમાં થશે સંશોધન?

કોવિંદ કમિટીએ વન નેશન-વન ઇલેક્શન લાગુ કરવા માટે અમુક ભલામણ કરી છે. જે અંતર્ગત બંધારણમાં સંશોધન કરી એક નવું અનુચ્છેદ, 82 એ(1) જોડવાની ભલામણ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ સામાન્ય ચૂંટણી બાદ લોકસભામાં પહેલી બેઠકમાં એક તારીખ નક્કી કરશે. આ તારીખ બાદ નવી રચાયેલી વિધાનસભાઓનો કાર્યકાળ ઘટાડીને લોકસભાના પૂર્ણ કાર્યકાળ મુજબ કરવામાં આવશે.


Related Posts

Load more