ભારતના વિકાસની રફ્તારને બ્રેક! દોઢ વર્ષના નીચલા સ્તરે GDP ગ્રોથ રેટ

By: nationgujarat
29 Nov, 2024

GDP Growth Down: દેશનો જીડીપી ગ્રોથ નાણાકીય વર્ષ 2024-25ના બીજા ત્રિમાસિક ગાળામાં 5.4 ટકા નોંધાવા સાથે 18 માસના તળિયે પહોંચ્યો છે. સરકાર દ્વારા જારી આંકડાઓ અનુસાર, અગાઉના જૂન ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 6.7 ટકા નોંધાયો હતો. જે ઘટી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 5.4 ટકા થયો છે. ગતવર્ષે સમાન ગાળામાં જીડીપી ગ્રોથ 8.1 ટકા નોંધાયો હતો.

ચીનની તુલનામાં ભારત ઝડપથી ઉભરતું અર્થતંત્ર

મોંઘવારીમાં વધારો અને વપરાશમાં ઘટાડો નોંધાતા દેશનો જીડીપી ગ્રોથ મંદ પડ્યો છે. પરંતુ પાડોશી દેશોની તુલનાએ ભારત હજુ સૌથી ઝડપથી ઉભરતું અર્થતંત્ર છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ચીનનો જીડીપી ગ્રોથ 4.6 ટકા નોંધાયો હતો.


Related Posts

Load more